Navitas Green Solutions 50 લાખ ડોલરનું ફંડિંગ મેળવ્યું
અમદાવાદ, 29 એપ્રિલઃ સોલાર પેનલ્સનું ઉત્પાદન કરતી ટોપ-10 અગ્રણી સોલાર મોડ્યુલ મેન્યુફેક્ચરિંગ કંપનીઓમાં સામેલ નવિટાસ ગ્રીન સોલ્યુશન્સે જાહેર ન કરાયેલ વેલ્યૂએશન પર 50 લાખ ડોલર (અંદાજિત 41 કરોડ)નું ફંડ મેળવ્યું છે. 50 લાખ ડોલરના ફંડિંગ રાઉન્ડમાં 50 ટકાથી વધુ હિસ્સા સાથે એન્કર ઈન્વેસ્ટર પરિષી ડાયમંડ ગ્રૂપ સામેલ રહ્યું હતું. તદુપરાંત હાઈ નેટવર્થ ફેમિલી ગ્રૂપ (HNI) RSM- લેમન કન્સલ્ટટેક, લેમન ઈમર્જિંગ વેન્ચર્સ LLP, અને અન્ય HNI રોકાણકારો સામેલ રહ્યા હતા. આ ફંડની મદદથી નવિટાસ સોલાર ઉત્પાદન ક્ષમતામાં વાર્ષિક 1.2 GWનું વિસ્તરણ કરશે.
નવિટાસ ગ્રીન સોલ્યુશન્સના ડિરેક્ટર અને કો-ફાઉન્ડર વિનિત મિત્તલે જણાવ્યું હતું કે, નવિટાસ સોલાર હાલ વાર્ષિક 500 MWની કુલ ઉત્પાદન ક્ષમતા ધરાવે છે. જે આ ફંડિંગ સાથે અંકલેશ્વર ખાતે નવા પ્લાન્ટમાં 1.2GWની ઉત્પાદન ક્ષમતા સાતે કામગીરી શરૂ કરશે. બાદમાં વધુ 1.3GWનું ઉત્પાદન વિસ્તરણ કરશે. આ સાથે કંપની ટૂંકસમયમાં 3GWની ક્ષમતા વિકસિત કરશે. રોકાણકારોએ અમારામાં જે વિશ્વાસ મુક્યો છે તે નવિટાસે માટે છેલ્લા દસ વર્ષમાં જે મજબૂત પાયો નાંખ્યો છે તેનું સમર્થન દર્શાવે છે. ફંડીંગને કારણે અમે અમારી ઉત્પાદન ક્ષમતા વિસ્તારી શકીશું. અને સોલાર પાવર પ્રોજેકટની વધતી જતી માંગને પહોંચી વળી શકીશું. તેનાથી અત્યંત કાર્યક્ષમ અને વિશ્વસનીય મોડ્યુલ્સ વિકસાવવાની વૈશ્વિક સ્તરે ગ્લોબલ કંપની તરીકે ઉભરી શકીશું.
10 વર્ષ જૂના સ્ટાર્ટઅપ્સે 2015થી 2023 સુધી વાર્ષિક 30 ટકાના દરે ગ્રોથ હાંસલ કર્યો
2026 સુધીમાં રૂ. 2000 કરોડનું ટર્નઓવર હાંસલ કરવા ક્ષમતા વધારી 3GW સુધી વિસ્તારશે
ફંડિંગ રાઉન્ડમાં લીડ ઈનવેસ્ટર્સ, પરિષી ડાયમન્ડ ગ્રુપના આર્યન શાહે જણાવ્યું હતું કે “રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે અમારૂ મૂડીરોકાણ કરવા માટે નેવિટા નવિટાસ પરફેકટ પાર્ટનર છે. તેમની ટીમે મજબૂત અને આકર્ષક કામગીરી કરી રહી છે. અમે તેમના ગ્રોથના આ તબક્કામાં સહયોગ કરવા બદલ ઉત્સુક છીએ.
લેમન કન્સલ્ટેકના વાઈસ ચેરમેન નિરવ જોગાણીએ અમે નેવિ નવિટાસના બિઝનેસ મોડલનો વિસ્તૃત અભ્યાસ કર્યો છે અને આ મોડલ વ્યાપકપણે વિસ્તરિત કરવા રોકાણ કર્યું છે.
Navitas ગ્રીન સોલ્યુશન્સનો વાર્ષિક 30 ટકાના દરે ગ્રોથ
યુવા ઉદ્યોગ સાહસિકો વિનીત મિત્તલ, સુનય શાહ, અંકિત સિંઘાનિયા, આદિત્ય સિંઘાનિયા અને સૌરભ અગ્રવાલ દ્વારા 2013માં નવિટાસ સોલારની સ્થાપના કરી હતી. કંપનીએ 2015માં 75GWથી શરૂઆત કર્યા બાદ વાર્ષિક 30 ટકાના દરે ગ્રોથ હાંસિલ કર્યો છે. JMK રિસર્ચ એન્ડ એનાલિટિક્સ દ્વારા ટોચના 10 ભારતીય સોલાર ઉત્પાદકોમાં નવિટાસ સોલરને સ્થાન આપવામાં આવ્યું છે. સમગ્ર ભારતમાં 800થી વધુ ગ્રાહકો ધરાવે છે, જેમાં સરકારી , અર્ધ-સરકારી સંસ્થાઓ અને વ્યાપારી સાહસોનો સમાવેશ થાય છે, અને તેણે યુએસએના ગ્રાહકો સહિત કેટલીક સૌથી મોટી ભારતીય બ્રાન્ડ્સને પૂરી પાડી છે.
કંપની વૈશ્વિક બજારમાં અમેરિકા ઉપરાંત ઇયુ (EU) અને આફ્રિકામાં સક્રિયપણે તેની પહોંચ ફેલાવી રહી છે.