NCDEX DAILY REPORT: ધાણા તથા જીરૂમાં નીચલી સર્કિટ: સ્ટીલમાં સુધારો
મુંબઇ, ૧૭ એપ્રિલ: વાયદામાં પાકતી મુદત નજીક આવતી હોવાથી આજે કૄષિ પેદાશોમાં આજે એકંદરે નરમાઇનો માહોલ હતો. NCDEX ખાતે આજે ગુવાર કોમ્પ્લેક્ષનાં ભાવમાં સુધારો જોવા મળ્યો હતો. બિન કૄષિ કોમોડિટીમાં સ્ટીલનાં ભાવ આજે વધ્યા મથાળે બંધ રહ્યા હતા. જ્યારે ધાણા-જીરામાં ઘટાડો જોવા મળ્યો હતો.
NCDEX ખાતે આજે ગુવાર કોમ્પ્લેક્ષના વાયદા વધ્યા મથાળે બંધ રહ્યા હતા. ધાણા તથા જીરાનાં અમુક વાયદામાં આજે ચાર થી છ ટકાની નીચલી સર્કિટ લાગી હતી જીરાનાં વાયદા કારોબાર ૨૧૧ કરોડરૂ.નાં વેપાર સાથે જ્યારે ગુવાર સીડનાં વાયદા કારોબાર ૧૩૬ કરોડરૂ.નાં વેપાર સાથે ટોચ પર રહ્યા હતા.
NCDEX ખાતે આજે ગુવાર ગમ, ગુવાર સીડ તથા સ્ટીલનાં ભાવ વધ્યા મથાળે બંધ રહ્યા હતા. જ્યારે એરંડા, દિવેલ, કપાસિયા ખોળ, ધાણા, જીરૂ, હળદર તથા કપાસનાં ભાવ ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. આજે એરંડાના ભાવ ૬૨૧૮રૂ. ખુલી ૬૧૪૦ રૂ., દિવેલનાં ભાવ ૧૨૭૪રૂ. ખુલી ૧૨૭૪રૂ., કપાસિયા ખોળનાં ભાવ ૨૭૨૧રૂ. ખુલી ૨૬૯૮રૂ., ધાણા ૬૩૦૨રૂ. ખુલી ૬૨૯૮રૂ. ગુવાર સીડનાં ભાવ ૫૫૯૬રૂ. ખુલી ૫૬૧૭રૂ. બંધ રહ્યા હતા. આજ પ્રમાણે ગુવાર ગમ ૧૧૪૨૦ રૂ. ખુલી ૧૧૨૮૧રૂ., જીરાનાં ભાવ ૪૦૫૦૫રૂ. ખુલી ૪૦૧૯૦રૂ., કપાસનાં ભાવ ૧૫૮૧.૦૦રૂ. ખુલી ૧૫૭૯.૦રૂ., સ્ટીલના ભાવ ૪૮૫૫૦ ખુલી ૪૮૬૯૦રૂ. અને હળદરનાં ભાવ ૬૮૭૪ રૂ. ખુલી ૬૭૮૦રૂ. બંધ રહ્યા હતા.