મુંબઇ, 25 મે: ચોમાસાનાં આગમની રાહમા હાજર બજારોમાં સુસ્તીના કારણે બજારો ઢીલાં હતા. NCDEX ખાતે ઇસબગુલ સીડનાં વાયદામાં ૯ ટનના વેપાર થયા હતા. NCDEX ખાતે આજે ગુવાર કોમ્પ્લેક્ષનાં ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. બિન કૄષિ કોમોડિટીમાં સ્ટીલનાં ભાવ આજે ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. NCDEX ખાતે આજે મસાલા તથા ગુવાર કોમ્પ્લેક્ષના ભાવ ઘટ્યા હતા. જીરૂનાં વાયદા કારોબાર ૧૧૭ કરોડ રૂ.નાં વેપાર સાથે જ્યારે ગુવાર સીડનાં વાયદા કારોબાર ૧૧૦ કરોડ રૂ.નાં વેપાર સાથે ટોચ પર રહ્યા હતા. NCDEX ખાતે આજે એરંડા, દિવેલ, કપાસિયા ખોળ, ધાણા, ગુવાર ગમ, ગુવાર સીડ, ઇસબગુલ, જીરૂ, કપાસ, સ્ટીલ તથા હળદરનાં ભાવ ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. આજે એરંડાના ભાવ ૫૬૯૩ રૂ. ખુલી ૫૫૯૭  રૂ., દિવેલનાં ભાવ ૧૧૭૬ રૂ. ખુલી ૧૧૭૬ રૂ., કપાસિયા ખોળનાં ભાવ ૨૫૧૩ રૂ. ખુલી ૨૪૬૭ રૂ., ધાણા ૬૩૮૦ રૂ. ખુલી ૬૩૭૬ રૂ. ગુવાર સીડનાં ભાવ ૫૪૬૨ રૂ. ખુલી ૫૪૨૨ રૂ. બંધ રહ્યા હતા. આજ પ્રમાણે ગુવાર ગમ ૧૦૭૬૬  રૂ. ખુલી ૧૦૬૬૯ રૂ., ઇસબગુલનાં ભાવ ૨૪૪૨૦ રૂ. ખુલી ૨૪૨૫૦ રૂ.,  જીરાનાં ભાવ ૪૪૭૫૦ રૂ. ખુલી ૪૩૭૧૦ રૂ., કપાસનાં ભાવ ૧૪૯૩.૦૦ રૂ. ખુલી ૧૪૭૮. ૦૦ રૂ., સ્ટીલના ભાવ ૪૬૩૫૦ ખુલી ૪૫૯૮૦ રૂ. અને હળદરનાં ભાવ  ૮૨૩૦  રૂ. ખુલી ૮૧૪૮ રૂ. બંધ રહ્યા હતા.