સતત ચોથા દિવસના કરેક્શનમાં નિફ્ટી 22000ની નીચે; સેન્સેક્સ 668 પોઈન્ટ્સ ઘટ્યો
અમદાવાદ, 29 મેઃ સતત ચોથા દિવસની ઘટાડાની ચાલમાં નિફ્ટીએ 22000 પોઇન્ટની સાયકોલોજિકલ તેમજ મહત્વની ટેકાની સપાટી ગુમાવી છે. તો સેન્સેક્સે પણ 669 પોઇન્ટનું ગાબડું નોંધાવ્યું છે. અસ્થિર જનમાનસ, ચૂંટણી પરીણામો, ચોમાસાની રાહ અને જિયો પોલિટિકલ ઇશ્યૂઝ વચ્ચે માર્કેટમાં સ્ટોક સ્પેસિફિક વોલેટિલિટીને બાદ કરતાં વલણ સુસ્ત રહ્યું છે. સેન્સેક્સ 667.55 પોઈન્ટ્સ અથવા 0.89 ટકા ઘટીને 74,502.90 પર અને નિફ્ટી 183.50 પોઈન્ટ્સ અથવા 0.80 ટકા ઘટીને 22,704.70 પર હતો. સેન્સેક્સ અને નિફ્ટી અનુક્રમે 74,500 અને 22,700ની નીચે ઉતરી ગયા છે.
નિફ્ટીના મુખ્ય ઘટેલા શેર્સ | નિફ્ટીના સૌથી મુખ્ય સુધરેલા શેર્સ |
એચડીએફસી લાઇફ, એસબીઆઇ લાઇફ ઇન્સ્યોરન્સ, આઇસીઆઇસીઆઇ બેન્ક, ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ અને ટેક મહિન્દ્રા | હિન્દાલ્કો, પાવર ગ્રીડ કોર્પ, ડિવિસ લેબ્સ, નેસ્લે અને સન ફાર્મા |
સેક્ટોરલ મોરચે મિશ્ર વલણ જોવા મળ્યું હતું, જેમાં કેપિટલ ગુડ્સ, ટેલિકોમ, હેલ્થકેર, મેટલ, પાવર ગ્રીનમાં સમાપ્ત થયા હતા, જ્યારે ઓટો, બેંક, એફએમસીજી, આઈટી, ઓઇલ એન્ડ ગેસ અને રિયલ્ટી 0.3-1 ટકા ઘટ્યા હતા. BSE મિડકેપ ઈન્ડેક્સ 0.4 ટકા ડાઉન હતો જ્યારે સ્મોલકેપ ઈન્ડેક્સ 0.2 ટકા ઉપર હતો.
150 શેર્સ વર્ષની ટોચે પહોંચ્યા
BSE પર લગભગ 150 શેરો તેમની 52-સપ્તાહની ટોચે પહોંચ્યા હતા. જેમાં સંવર્ધન મધરસન ઈન્ટરનેશનલ, હિન્દાલ્કો ઈન્ડસ્ટ્રીઝ, ડિવિસ લેબ્સ, આદિત્ય બિરલા ફેશન, ગ્લેનમાર્ક ફાર્મા, કોરોમંડલ ઈન્ટરનેશનલ, પાવર ફાઈનાન્સ સહિત અન્ય શેરોનો સમાવેશ થાય છે. બેન્ક નિફ્ટી ઇન્ડેક્સે તેના સપોર્ટ લેવલની નીચે 49,000 પર ખુલીને અને તેની નીચે ટ્રેડિંગ કરીને સેન્ટિમેન્ટમાં સ્પષ્ટ પરિવર્તન દર્શાવ્યું છે. ટેકનિકલી તે તેના 21-દિવસના EMAની નજીક 48,400 પર બંધ રહ્યો હતો. જો બેંક નિફ્ટી 21-દિવસના EMA ઉપર જાળવવામાં નિષ્ફળ જાય, તો વધુ વેચાણ દબાણ તેને 48,000 સુધી નીચે લઈ જઈ શકે છે. પરિણામે, 48,400 હવે બેન્ક નિફ્ટી માટે સપોર્ટ લેવલ તરીકે કામ કરે છે, જેમાં 49,000 નવા રેઝિસ્ટન્સ લેવલ તરીકે કામ કરે છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)