NIFTY ઇન્ટ્રા-ડે લેવલ્સઃ સપોર્ટ 15653-15613, રેઝિસ્ટન્સ 15758-15823
Stocks in Focus
By reliance Securities
ફેડ રિઝર્વે વ્યાજદરમાં 75 બીપીએસનો કર્યો વધારો
ડિસેમ્બરમાં વ્યાજદર 3.8 ટકા થઇ શકે તેવી દહેશત
બુધવારે નિફ્ટી-50 15784 પોઇન્ટ અને 15679 પોઇન્ટની સાંકડી રેન્જમાં અથડાઇને છેલ્લે 40 પોઇન્ટની નરમાઇ સાથે 15692 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. ઓવરઓલ માર્કેટબ્રેડ્થ એનએસઇ ખાતે પોઝિટિવ રહી હતી. વિવિધ સેક્ટોરલ્સમાં પણ મિક્સ ટ્રેન્ડ જોવા મળ્યો હતો. ટેકનિકલી જોઇએ તો નિફ્ટીએ તેની 20 મન્થની ઇએમએ (15718 પોઇન્ટની) નીચે બંધ આપ્યું છે. ભૂતકાળમાં બે વાર આ લેવલ્સથી નિફ્ટીએ રિવર્સ પેટર્ન નોંધાવી છે. અગત્યના ટેકનિકલ ઇન્ડિકેટર્સ સૂચવે છે કે, શોર્ટ મિડિયમ ટર્મમાં ટ્રેન્ડ નેગેટિવ છે. જેમાં નિફ્ટી એકવાર 15400 પોઇન્ટ સુધી ઘટવાની શક્યતા છે. પરંતુ માર્કેટમાં એકધારી મંદી પછી એકાદ ઉભરાની શક્યતા પણ એટલી જ છે. જેમાં 16200 પોઇન્ટની સપાટી સૌથી મોટી હર્ડલ બની શકે છે.
નિફ્ટીના ઇન્ટ્રા-ડે લેવલ્સઃ સપોર્ટ 15653- 15613 અને રેઝિસ્ટન્સ 15758- 15823 પોઇન્ટ
બેન્ક નિફ્ટી
બુધવારે 33555 લેવલના લેવલ સુધી ફ્લેટ શરૂઆત અને ઇન્ટ્રા-ડે 33250 પોઇન્ટનું લોઅર લેવલ નોંધાવી છેલ્લે 28 પોઇન્ટના સુધારા સાથે 33339 પોઇન્ટ બંધ રહ્યો હતો. બેન્ક નિફ્ટીએ 100 વીકની એસએમએ (33016)ને સન્માન આપવા સાથે એવરેજથી ઉપર રહેવા સાથે તેની અગાઉની ડેઇલી ફોલિંગ ટ્રેન્ડને પણ તોડી છે. છતાં નિફ્ટીને આઉટ પર્ફોર્મ પણ કરી છે. વીકલી ટાઇમ ચાર્ટ અને ડેઇલી ઇન્ડિકેટર્સ લોઅર લેવલ્સથી રિવર્સલ ટ્રેન્ડનો સંકેત આપી રહ્યા છે.
ઇન્ટ્રા-ડે ટેકનિકલ લેવલ્સઃ સપોર્ટ 33208- 33076 અને રેઝિસ્ટન્સ 33513- 33686
NIFTY | 15692 | Bank nifty | 33339 | in focus | |
Support-1 | 15653 | support-1 | 33208 | stock in focus | aplapollo |
Support-2 | 33076 | support-2 | 33076 | intraday pick | muthootfin |
Resistance-1 | 15758 | resistance-1 | 33513 | intraday pick | alkem |
Resistance-2 | 15823 | resistance-2 | 33686 | intraday pick | indhotel |