કોરોના રેમેડીઝે IPO દ્રારા રૂ. 800 કરોડ એકત્રિત કરવા DRHP ફાઇલ કર્યું

અમદાવાદ, 1 મેઃ ક્રિસકેપિટલની સહયોગી સેપિયા ઇન્વેસ્ટમેન્ટ સમર્થિત તથા ભારત કેન્દ્રિત બ્રાન્ડેડ ફાર્માસ્યુટિકલ્સ ફોર્મ્યુલેશન કંપની કોરોના રેમેડીઝ લિમિટેડે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)માં તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યું છે.
કંપની મહિલાઓના હેલ્થકેર, કાર્ડિયો-ડાયાબિટી, પેઇન મેનેજમેન્ટ, યુરોલોજી અને અન્ય થેરાપ્યુટિક ક્ષેત્રોમાં પ્રોડક્ટ્સનું ડેવલપમેન્ટ, મેન્યુફેક્ચરિંગ અને માર્કેટિંગ કરે છે અને IPO થકી રૂ. 800 કરોડ સુધીનું ફંડ એકત્રિત કરવાની યોજના ધરાવે છે. સમગ્ર રૂ. 800 કરોડની રકમ ઓફર ફોર સેલ છે.

ઇક્વિટી શેર્સ બીએસઈ લિમિટેડ (બીએસઈ) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા (એનએસઈ) પર લિસ્ટિંગ કરવાની યોજના છે.
જેએમ ફાઈનાન્શિયલ લિમિટેડ, આઈઆઈએફએલ કેપિટલ સર્વિસીઝ લિમિટેડ (જે અગાઉ આઈઆઈએફએલ સિક્યોરિટીઝ લિમિટેડ તરીકે ઓળખાતી હતી) અને કોટક મહિન્દ્રા કેપિટલ કંપની લિમિટેડ આ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર્સ છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
