મહેશ ત્રિવેદી . અમદાવાદઃ કેલેન્ડર વર્ષ 2023ની શરૂઆત સેન્ટિમેન્ટલી થોડી થોડી ડરામણી થઇ છે. પરંતુ ઇન્વેસ્ટર્સ માટે પ્રત્યેક ઘટાડો ઇન્વેસ્ટમેન્ટ માટેની ઇવેન્ટ જ હોય છે. એક ભાઇએ સવાલ પૂછ્યો કે, ઇન્વેસ્ટમેન્ટ ક્યારે કરવું જોઇએ ત્યારે મેં જવાબ આપ્યો કે, અત્યારે જ તેમાં મૂહુર્ત જોવાની જરૂર નથી હોતી. કારણકે, તમારે ઓછામાં ઓછાં 10 વર્ષ અને વાર્ષિક એવરેજ 14-15 ટકા રિટર્ન બેમાંથી જે પહેલું આવે તે સ્વીકારવાની શરતે જ મૂડીરોકાણ કરવાનું હોય છે. એની વે…

ટેકનિકલ સંકેતો અને માર્કેટ મોમેન્ટમના આધારે ટ્રેડર્સ માટે માર્કેટની સોમવારની ચાલના અનુમાન ઉપર પાછા આવીએ… શુક્રવારે નિફ્ટીએ 133 પોઇન્ટના ઘટાડા સાથે 18000 પોઇન્ટની સપાટી નીચે 17859 પોઇન્ટનું બંધ આપ્યું છે. ઓવરઓલ માર્કેટબ્રેડ્થ નેગેટિવ રહી છે. વિતેલા સપ્તાહના 5માંથી બે ટ્રેડિંગ સેશનમાં સુધારો અને 3 ટ્રેડિંગ સેશનમાં ઘટાડો નોંધાવ્યો છે. ટેકનિકલ ઇન્ડિકેટર્સ સૂચવે છે કે, 17904નો મહત્વનો સપોર્ટ તૂટ્યો છે. નીચામાં હવે 17500 અતિ મહત્વનો સપોર્ટ ધ્યાનમાં રાખવો ઉપરમાં 18144- 18174 મહત્વની રેઝિસ્ટન્સ ધ્યાનમાં રાખીને ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની નિષ્ણાતો સલાહ આપી રહ્યા છે.

NIFTY17859BANK NIFTY42189IN FOCUS
S-117754S-141815HAVELLS (B)
S-217649S-241442CUMMINS (B)
R-118006R-142624BALKRISIND (B)
R-118153R-243059PETRONET (S)

BANK  NIFTY OUTLOOK: SUPPORT 41815- 41442, RESISTANCE 42624- 43059

શુક્રવારે બેન્ક નિફ્ટીએ 420 પોઇન્ટના ઘટાડા સાથે 42189 પોઇન્ટની સપાટી નોંધાવી છે. સેક્ટોરલ માર્કેટબ્રેડ્થ નેગેટિવ રહેવા સાથે સોમવાર માટે 42888 પોઇન્ટની સપાટી મહત્વની હર્ડલ સાબિત થઇ શકે છે. નીચામાં 41815- 41442 પોઇન્ટની સપાટી મહત્વની ટેકાની સપાટી સાબિત થઇ શકે છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)