મૂડી બજારના ઈતિહાસમાં એસએમઈ આઈપીઓનું સૌથી મોટું ઓફરિંગ

ઇશ્યૂ ખૂલશે15 માર્ચ
ઇશ્યૂ બંધ થશે19 માર્ચ
ફેસ વેલ્યૂરૂ.5
પ્રાઇસબેન્ડરૂ.137-144
બિડનો ન્યૂનતમ લોટ1000 શેર અને તેના ગુણાંકમાં
ફલોર પ્રાઈસ27.4 ગણી
કેપ પ્રાઈસ28.8 ગણી
ઇશ્યૂ સાઇઝરૂ. 189.50 કરોડ
businessgujarat.in રેટિંગ8/10

અમદાવાદ, 12 માર્ચ: હોટ-ડિપ ગેલ્વેનાઈઝડ સ્ટીલ સ્ટ્રકચર્સના ઉત્પાદકો, ગુજરાત સ્થિત કેપી ગ્રીન એન્જિનિયરીંગ લિમિટેડે પોતાની સૌપ્રથમ પ્રારંભિક પબ્લિક ઓફર માટે રૂ. 5/- ની મૂળ કિમતના દરેક ઈક્વિટી શેરની પ્રાઈસ બેન્ડ રૂ. 137/- થી રૂ. 144/- પ્રતિ ઈક્વિટી શેર નિર્ધારિત કરી છે. કંપનીની પ્રારંભિક પબ્લિક ઓફરિંગ શુક્રવાર, 15મી માર્ચ, 2024ના રોજ ખુલશે અને મંગળવાર, 19મી માર્ચ, 2024ના રોજ બંધ થશે. રોકાણકારો ન્યૂનતમ 1000 ઈક્વિટી શેર્સ અને તેથી વધુ માટે 1000 ઈક્વિટી શેર્સના ગુણાંકમાં બિડ કરી શકશે. આ ઈસ્યુમાં 1,131,60,000 ઈક્વિટી શેર્સ સુધીના નવા ઈસ્યુનો સમાવેશ થાય છે અને તેમાં પ્રાયોજક કે પ્રાયોજક ગ્રુપની કોઈ ઓફર ફોર સેલ (OFS) નો સમાવેશ થતો નથી.

ઇશ્યૂના મુખ્ય ઉદ્દેશ્યો એક નજરે

ઉત્પાદન સુવિધાનો એકંદર પ્રોજેક્ટ ખર્ચ રૂ. 174.04 કરોડનો છે. આ ઓફરમાંથી એકત્ર થનારી કુલ ચોખ્ખી રકમમાંથીરૂ. 156.14 કરોડ સુધીની રકમનો ઉપયોગ પોતાની હાલની ઉત્પાદન ક્ષમતાઓના વિસ્તરણ માટે એક નવી ઉત્પાદન સુવિધાની સ્થાપના પાછળ થનારા મૂડી ખર્ચ માટે તથા પોતાના હાલના પ્રોડક્ટ પોર્ટફોલીઓના વિસ્તરણ માટે આંશિક ભંડોળ પુરૂ પાડવાના ધ્યેય પાછળ ઉપયોગ કરવાનો કંપનીનો પ્રસ્તાવ છે.

કંપનીની કામગીરી અને ઇતિહાસ એક નજરે

કેપી ગ્રીન એન્જિનિયરીંગ લિમિટેડ કેપી ગ્રુપની ફલેગશિપ કંપની છે. ડૉ. ફારૂકભાઈ ગુલામભાઈ પટેલ દ્વારા તેની સ્થાપના 1994માં કરવામાં આવી હતી. કેપી ગ્રુપે પોતાના કામકાજની 25 વર્ષથી વધુની યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. કંપનીની સંસ્થાકિય વૃદ્ધિ માટે તેના નેજા હેઠળ ભારતભરમાં 30થી વધુ પેટા કંપનીઓ છે. કંપની રીન્યુએબલ એનર્જીના ક્ષેત્રમાં 15 વર્ષથી વધુની એક્સપર્ટીઝ ધરાવે છે. કેપી ગ્રીન એન્જિનિયરિંગની સ્થાપના 2001માં કરાઈ હતી અને કંપની ફેબ્રિકેટેડ તથા હોટ-ડિપ ગેલ્વેનાઈઝડ સ્ટીલની આઈટમ્સના ઉત્પાદનમાં સ્પેશિયલાઈઝેશન ધરાવે છે. તેની વિશાળ પ્રોડક્ટ રેન્જમાં લેટીસ ટાવર સ્ટ્રક્ચર્સ, સબસ્ટેશન સ્ટ્રકચર્સ, સોલર મોડ્યુલ માઉન્ટિંગ સ્ટ્રકચર્સ, કેબલ ટ્રેઝ, અર્થિંગ સ્ટ્રિપ્સ, બીમ ક્રેશ બેરિયર્સ તથા અન્ય ઈન્ફ્રાસ્ટ્રચકર સોલ્યુશન્સનો સમાવેશ થાય છે. તે ઉપરાંત, કંપની ઓપ્ટિકલ ફાઈબર કેબલ્સ માટે ફોલ્ટ રેક્ટિફિકેશન સર્વિસીઝ (FRT), ગેલ્વેનાઈઝિંગ જોબ વર્ક્સ તથા સોલર ઈન્સ્ટોલેશન સર્વિસીઝ પણ ઓફર કરે છે.

ઈન-હાઉસ ફેબ્રિકેશન તથા હોટ-ડિપ ગેલ્વેનાઈઝિંગ સુવિધાઓ સાથે, કંપની એન્જિનિયરીંગ, ડીઝાઈનિંગ, ફેબ્રિકેશન, ગેલ્વેનાઈઝેશન તથા સીમલેસ ડીપ્લોયમેન્ટ પ્રક્રિયાઓ ઓફર કરે છે તેમજ રીન્યુએબલ એનર્જી ક્ષેત્રમાં તેનો વિશેષ ફોકસ સાથેનો અભિગમ છે. કંપની હાલમાં 21 લાખ ચો. ફૂટ વિસ્તાર ધરાવતી ડભાસા, વડોદરા સ્થિત પોતાની ઉત્પાદન સુવિધા ખાતેથી કારોબારનું સંચાલન કરે છે અને તેની સ્થાપિત ઉત્પાદન ક્ષમતા વાર્ષિક 53,000 મે. ટનની છે.

કંપનીની મહત્વની વિસ્તરણ યોજના એક નજરે

કંપની પોતાના હાલના પ્રોડક્ટ પોર્ટફોલીઓનું વિસ્તરણ કરવા ધારે છે અને તેમાં હાઈ માસ્ટ્સ, ફલોર ગ્રેટિંગ્સ, પ્રી-એન્જિનિયર્ડ બિલ્ડીંગ્સ તથા હેવી ફેબ્રિકેશન વગેરેનો ઉમેરો કરવાની દરખાસ્ત છે તેમજ ભરૂચના માતર ખાતે વાર્ષિક 294,000 મે. ટન ક્ષમતા સાથે નવી ઉત્પાદન સુવિધાની સ્થાપના કરવાની યોજના છે. કેપી ગ્રીન એન્જિનિયરીંગ ગેટકો (ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ) તથા MSETCL (મહારાષ્ટ્ર સ્ટેટ ઈલેકટ્રિસિટી ટ્રાન્સમિશન કંપની) ની માન્યતા પ્રાપ્ત છે અને તેમની અનુક્રમે 400 કિલો વોટ તથા 220 કિલો વોટ સુધીની જરૂરિયાતો પુરી કરે છે. 31 ડિસેમ્બર, 2023ના રોજની સ્થિતિ મુજબ કંપની પાસે 69 પ્રોજેકટ હાથ ઉપર હતા અને તેની ઓર્ડર બુકનું કુલ મૂલ્ય રૂ. 233.91 કરોડનું હતું.

કંપનીની નાણાકીય કામગીરી એક નજરે

કેપી ગ્રીન એન્જિનિયરીંગ લિમિટેડે નાણાકિય વર્ષ FY23 માટે રૂ. 12.40 કરોડનો નફો પ્રાપ્ત કર્યો હતો, જે અગાઉના વર્ષના રૂ. 4.54 કરોડની તુલનાએ નફામાં 2.73 ગણો વધારો દર્શાવે છે. અગાઉના વર્ષના રૂ. 77.70 કરોડની તુલનાએ વર્ષ FY23 માં કારોબારની કુલ આવક પણ નોંધપાત્ર વૃદ્ધિ સાથે રૂ. 114.21 કરોડની થઈ હતી, જે 47 ટકા વધારો દર્શાવે છે. પ્રાથમિક રીતે આ વધારો ઉત્પાદનોના વેચાણ અને સેવાની આવકોમાં વૃદ્ધિના પગલે થયો હતો. કંપનીએ સપ્ટેમ્બર 2023 સુધીના છ મહિનામાં જ FY2022-23 માટે કારોબારની લગભગ એટલી જ આવક અને કરવેરા પછીનો નફો હાંસલ કર્યા છે. સપ્ટેમ્બરના અંતે પુરા થયેલા છ મહિના માટે, કારોબારની આવકો રૂ. 103.93 કરોડની તથા કરવેરા પછીનો નફો રૂ. 11.27 કરોડના રહ્યા હતા.

લીડ મેનેજર્સલિસ્ટિંગ
બીલાઈન કેપિટલ એડવાઈઝર્સ પ્રાઈવેટ લિમિટેડ એકમાત્ર બુક રનિંગ લીડ મેનેજર છે.ઈક્વિટી શેર્સ મુંબઈ શેરબજારના SME પ્લેટફોર્મ ઉપર લિસ્ટીંગ કરવાની દરખાસ્ત છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)