અમદાવાદ, 9 જુલાઇઃ નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ (NSDL), એક સેબી-રજિસ્ટર્ડ માર્કેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંસ્થા (MII) ભારતમાં નાણાકીય અને સિક્યોરિટી બજારોમાં ઉત્પાદનો અને સેવાઓની વિશાળ શ્રેણી ઓફર કરે છે, તેણે ભારતીય સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ (સેબી)માં તેનો ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ ફાઇલ કર્યો છે. IPOમાં 57,260,001 સુધીના શેરના વેચાણ માટેની શુદ્ધ ઓફર હશે. IDBI બેંક દ્વારા ઈક્વિટી શેરના વેચાણ માટેની ઓફરમાં 22,220,000 ઈક્વિટી શેરનો સમાવેશ થાય છે; NSDL દ્વારા 18,000,001 ઈક્વિટી શેર્સ સુધી; યુનિયન બેંક ઓફ ઈન્ડિયા દ્વારા 5,625,000 ઈક્વિટી શેર્સ સુધી; સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા 4,000,000 ઈક્વિટી શેર્સ સુધી; HDFC બેંક લિમિટેડ (SS) દ્વારા 4,000,000 શેર્સ સુધી; યુનિટ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયા (SUUTI)ના સ્પેસિફાઈડ અંડરટેકિંગના એડમિનિસ્ટ્રેટર દ્વારા 3,415,000 ઈક્વિટી શેર સુધીની ઓફરનો સમાવેશ થાય છે.

જો લિસ્ટિંગ યોજનાઓ ફળીભૂત થશે, તો 2017માં સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસિસ લિમિટેડ (CDSL)ના બમ્પર માર્કેટ ડેબ્યૂ પછી, NSDL સ્થાનિક બજારોમાં લિસ્ટેડ થનારી બીજી ડિપોઝિટરી સર્વિસ કંપની બનશે. CDSL એ ઇશ્યૂ સબ્સ્ક્રાઇબ કરીને રૂ. 524 કરોડ ઊભા કર્યા હતા. તે સમયે ઇશ્યૂ 170 ગણો છલકાઇ ગયો હતો.

લિસ્ટિંગઃ DRHP મુજબ, રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ દ્વારા ઓફર કરવામાં આવેલા શેરને BSE પર સૂચિબદ્ધ કરવાની દરખાસ્ત છે.

લીડ મેનેજર્સઃ ICICI સિક્યોરિટીઝ લિમિટેડ, એક્સિસ કેપિટલ લિમિટેડ, HSBC સિક્યુરિટીઝ એન્ડ કેપિટલ માર્કેટ્સ (ઇન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડ, IDBI કેપિટલ માર્કેટ્સ એન્ડ સિક્યોરિટીઝ લિમિટેડ, મોતીલાલ ઓસ્વાલ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ લિમિટેડ અને SBI કેપિટલ માર્કેટ્સ લિમિટેડ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર્સ છે.

1996 માં સ્થપાયેલ, NSDL, જેનું નેતૃત્વ MD અને CEO પદમજા ચુન્દુરુ કરે છે, તેના ડિપોઝિટરી પાર્ટનર્સના રાષ્ટ્રવ્યાપી નેટવર્ક દ્વારા રોકાણકારો, સ્ટોક બ્રોકર્સ, કસ્ટોડિયન અને ઇશ્યુઅર કંપનીઓને સેવાઓનો કલગી પ્રદાન કરે છે.

તેના DRHP મુજબ, તે 31 માર્ચ, 2023 સુધીમાં જારી કરનારાઓની સંખ્યા, સક્રિય સાધનોની સંખ્યા, સેટલમેન્ટ વોલ્યુમના ડીમેટ મૂલ્યમાં બજાર હિસ્સો અને કસ્ટડી હેઠળ રાખવામાં આવેલી સંપત્તિના મૂલ્યની દ્રષ્ટિએ ભારતમાં સૌથી મોટી ડિપોઝિટરી છે. 31 માર્ચ, 2023ના રોજ, કંપનીએ વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો દ્વારા રાખવામાં આવેલ ઇક્વિટી, ડેટ અને અન્ય સિક્યોરિટીઝના મૂલ્યના 99.99% ભારતમાં ડીમટીરિયલાઇઝ્ડ સ્વરૂપમાં સેવા આપી હતી.

ડિપોઝિટરી સેવાઓ ઉપરાંત, NSDL એ અન્ય સેવાઓ પણ શરૂ કરી છે. તેણે 2004માં પાન કાર્ડ સેવાઓ અને ઓનલાઈન ટેક્સ એકાઉન્ટિંગ સિસ્ટમ શરૂ કરી અને 2005માં સેન્ટ્રલ એક્સાઈઝ ચલાન ડેટાનું ઓનલાઈન અપલોડિંગ પણ શરૂ કર્યું. 2007માં, પેઢીએ મોબાઈલ ફોનનો ઉપયોગ કરીને શેરની ડિલિવરી માટે સુવિધા શરૂ કરી. 2011 માં, તેને યુનિક આઇડેન્ટિફિકેશન સિસ્ટમના રજિસ્ટ્રાર તરીકે નિયુક્ત કરવામાં આવી હતી જેના કારણે આધાર કાર્ડ બન્યું હતું. 2015 માં, NSDL એ બેંકિંગ સેવાઓમાં વૈવિધ્યીકરણ કર્યું અને RBI દ્વારા 10 અન્ય ખેલાડીઓ સાથે પેમેન્ટ બેંક ખોલવા માટે લાયસન્સ આપવામાં આવ્યું છે.