અમદાવાદ, 24 મેઃ NSE પર ભારતીય લિસ્ટેડ કંપનીઓના મૂડીકરણે 23 મે 2023ના રોજ 5 ટ્રિલીયન ડોલર (રૂ. 416.57 ટ્રિલીયન)ના આંકને વટાવ્યો છે. તે જ દિવસે નિફ્ટી 50 ઇન્ડેક્સ પણ 22,993.60ના સર્વોચ્ચ મથાળે સ્પર્શી ગયો હતો, જ્યારે નિફ્ટી 500 ઇન્ડેક્સ પણ આજે 21,505.25ના મથાળે સ્પર્શ્યો હતો.

ભારતીય લિસ્ટેડ કંપનીઓના બજાર મૂડીકરણની યાત્રા 2 ટ્રિલીયન ડોલર (જુલાઇ 2017)થી શરૂ થઇ હતી તે 3 ટિર્લીયન ડોલર (મે 2021) પર પહોંચતા આશરે 46 મહિના લાગ્યા હતા, 3 ટ્રિલીયન ડોલરથી 4 ટ્રિલીયન ડોલર સુધી (ડિસેમ્બર 2023) સુધી પહોંચતા આશરે 30 મહિના લાગ્યા છે અને તાજેતરમાં 1 ટ્રિલીયન ડોલરનો ઉમેરો થતા ફક્ત છ મહિના લાગ્યા છે. બજાર મૂડીકરણની દ્રષ્ટિએ ટોચની 5 કંપનીઓમાં રિલાયનસ ઇન્ડસ્ટ્રીઝ લિમીટેડ, ટાટા કન્સલ્ટન્સી સર્વિસીઝ લિમીટેડ, એચડીએફસી બેન્ક  લિમીટેડ અને આઇસીઆઇસીઆઇ બેન્ક લિમીટેડ અને ભારતી એરટેલ લિમીટેડનો સમાવેશ થાય છે.

છેલ્લા 10 વર્ષોમાં નિફ્ટી 50 ઇન્ડેક્સે 13.4% રિટર્ન આપ્યુ છે. (કુલ પ્રાઇસ ઇન્ડેક્સ CAGR). સમાન ગાળામાં ઘરેલુ સંચાલન હેઠળની મ્યુચ્યુઅલ ફંડ્ઝ અસ્કયામતો (ઇક્વિટી અને ડેટ)માં એપ્રિલ 2014ના અંતમાં રૂ. 9.45 ટ્રિલીયનથી 506%ના દરે વધીને એપ્રિલ 2024ના અંતમાં વધીને રૂ. 57.26 ટ્રિલીયન થઇ છે. ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ (એફપીઆઇ)ની સંચાલન હેઠળની મિલકતો (ઇક્વિટીથી ડેટ) 345% વધીને એપ્રિલ 2024ના અંતમાં રૂ. 71.6 ટ્રિલીયન થઇ છે, જે એપ્રિલ 2014ના અંતમાં રૂ. 16.1 ટ્રિલીયનના સ્તરે હતી.

બજાર મૂડીકરણમાં વૃદ્ધિ માત્ર ટોચની કંપનીઓ સુધી મર્યાદિત નથી પરંતુ સમગ્ર શેરોમાં જોવા મળે છે. નિફ્ટી 100 ઇન્ડેક્સના ઘટકો હવે એપ્રિલ 2014 સુધીમાં કુલ બજાર મૂડીના 74.9%ની તુલનાએ બજાર મૂડીના 61% હિસ્સો ધરાવે છે. પ્રાથમિક બજારમાં નાના અને મધ્યમ ઉદ્યોગો સહિત કોર્પોરેટ દ્વારા સંસાધનોનું એકત્રીકરણ પ્રોત્સાહક રહ્યું છે અને પરંપરાગત પદ્ધતિઓ ઉપરાંત અસરકારક વૈકલ્પિક પદ્ધતિ ઉપરાંત તેણે એક ભંડોળ ઊભું કરવાની પદ્ધતિ પૂરી પાડી છે.

કેપિટલ માર્કેટ સેગમેન્ટમાં સેકન્ડરી માર્કેટમાં લિક્વિડિટીમાં પણ નોંધપાત્ર સુધારો થયો છે. ઇક્વિટી સેગમેન્ટનું દૈનિક સરેરાશ ટર્નઓવર FY15માં રૂ. 17,818 કરોડથી 4.5 ગણુ વધીને FY24માં રૂ. 81,721 કરોડ થયું છે.

લગભગ 6 મહિનાના ખૂબ જ ટૂંકા ગાળામાં બજાર મૂડીકરણમાં નવીનતમ 1 ટ્રિલિયન ડોલરનો વધારો આવનારા વર્ષોમાં ભારતીય અર્થતંત્રમાં રોકાણકારોનો વિશ્વાસ જગાડે છે. માર્કેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્સ્ટિટ્યુશન તરીકે NSE વિકાસ કરવાનું ચાલુ રાખશે અને વર્ગમાં શ્રેષ્ઠ માર્કેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રોકાણકારો માટે તેમજ ઇશ્યુઅર્સ માટે સંસાધન એકત્રીકરણ માટે એક મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડશે, જેનાથી દેશમાં મૂડી નિર્માણના મહત્વપૂર્ણ પાસાને સમર્થન મળશે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)