મ્યુચ્યુઅલ ફંડ્સમાં મહિલા રોકાણકારોની સંખ્યા ડિસે.-22માં વધી 74.49 લાખે પહોંચી
અમદાવાદ, 14 એપ્રિલઃ છેલ્લાં ત્રણ વર્ષમાં પાનને આધારે મહિલા રોકાણકારોની સંખ્યા ડિસેમ્બર 2019ના 46,98,953થી વધીને ડિસેમ્બર 2022માં 74,49,306 થઇ છે. ડિસેમ્બર 2019થી તેમાં 27,50,353નો વધારો થયો છે.
કોવિડના સમયમાં ટી30 અને બી30 શહેરો બંન્નેમાં મહિલા રોકાણકારોની સંખ્યામા તીવ્ર વધારો નોંધાયો છે. ટી30 શહેરોમાં મહિલા રોકાણકારોનો આધાર ડિસેમ્બર 2019ના 27,94,094થી વધીને ડિસેમ્બર 2022માં 41,66,737 થયો છે. છેલ્લાં ત્રણ વર્ષમાં તેમાં 13,72,643નો વધારો થયો છે.
બી30 શહેરોમાં મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટમેન્ટ કરનાર મહિલા રોકાણકારોની સંખ્યા વર્ષ 2019ની 19,04,859થી વધીને ડિસેમ્બર 2022માં 32,82,569 થઇ છે. તે 13,77,710નો ઉછાળો દર્શાવે છે.
બી30 શહેરોમાં મહિલા રોકાણકારોની સંખ્યામાં સ્પષ્ટ સકારાત્મક વધારો જોવા મળી રહ્યો છે, જે ડિસેમ્બર 2020ના 20,51,424થી વધીને ડિસેમ્બર 2021માં 31,23,672 થયો છે. આજ રીતે ટી30 શહેરોમાં મહિલા રોકાણકારોની સંખ્યા ડિસેમ્બર 2021ના 32,60,838થી વધીને ડિસેમ્બર 2022માં 41,66,737 થઇ છે. 18-24 વર્ષની મહિલા રોકાણકારોની સંખ્યામાં ડિસેમ્બર 2019ના 66,417થી વધીને ડિસેમ્બર 2022માં 2,81,905 થઇ છે.
25-25 વય જૂથના રોકાણકારોની સંખ્યા 20 લાખે પહોંચી
25થી35 વયજૂથના રોકાણકારોની સંખ્યા ડિસેમ્બર 2019ના 8,59,500થી વધીને ડિસેમ્બર 2022માં 19,99,449 થઇ છે. યુનિક રોકાણકારોની સહભાગિતા માર્ચ 2021થી માર્ચ 2022 દરમિયાન 1,09,03,909 વધી છે.
As on | Total no. of unique PANs/ PEKRNs |
31-Mar-23 | 3,76,83,499 |
31-Mar-22 | 3,36,65,090 |
31-Mar-21 | 2,27,61,181 |