મુંબઈ: ઇલેક્ટ્રિક વાહન ઉત્પાદક ઓડિસી ઇલેક્ટ્રિક વ્હિકલ્સે રૂ. 99,999ની કિંમત પર B2B ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર ઓડિસી ટ્રોટ પ્રસ્તુત કરવાની જાહેરાત કરી હતી. આ સૌથી વધુ ટકાઉ હેવી-ડ્યુટી બાઇક 250 કિલોગ્રામ સુધી લોડિંગ ક્ષમતા સાથે લાસ્ટ-માઇલ લોજિસ્ટિક્સ માટે ખાસ ડિઝાઇન કરવામાં આવ્યું છે. વાહનની સરેરાશ માઇલેજ 75 કિલોમીટર છે અને IOT કનેક્ટેડ છે, જે ટ્રેકિંગ, ઇમ્મોબિલાઇઝેશન, જિયો-ફેન્સિંગની સાથે અન્ય લેટેસ્ટ ખાસિયતો ધરાવે છે. ટ્રોટ 250 વોટ ઇલેક્ટ્રિક મોટર દ્વારા સંચાલિત છે, જે 25 કિલોમીટર પ્રતિ કલાકની સૌથી વધુ સ્પીડ ધરાવે છે. ઇલેક્ટ્રિક સ્કૂટર આગળ ડ્રમ બ્રેક અને પાછળ ડિસ્ક-બ્રેક ધરાવે છે. ચાર્જિંગની સરળતા માટે કંપનીએ 60V 32Ah વોટરપ્રૂફ ડિટેચેબલ બેટરી ધરાવે છે, જે 2 કલાકમાં 60 ટકા ચાર્જિંગ કરી શકે છે અને 4 કલાકમાં સંપૂર્ણ બેટરીને ચાર્જ કરી શકે છે, સિંગલ ચાર્જમાં 75 કિલોમીટરની રેન્જ આપે છે. 60V32AH IP67 બેટરી વિશિષ્ટ લાંબી ટકાઉક્ષમતા સુનિશ્ચિત કરે છે અને એને B2B વપરાશ માટે અતિ વિશ્વસનિય બનાવે છે.