અમદાવાદઃ સોમવારે બીએસઇ સેન્સેક્સ 334.98 પોઇન્ટના ઘટાડા સાથે 60506.90 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. મોટાભાગના લાર્જકેપ્સમાં ધોવાણની સ્થિતિ રહી હતી. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી-50 પણ 89.45 પોઇન્ટના ઘટાડા સાથે 17764.60 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.

આઇટીસી 388.20ની સર્વોચ્ચ સપાટીએ, હવે શું કરશો આ શેરમાં, જાણો બ્રોકરેજ ફર્મ્સનો અભિપ્રાય

એફએમસીજી, સિગારેટ્સ, હોટલ સહિતના વિવિધ બિઝનેસ સાથે સંકળાયેલી આઇટીસી કંપનીનો શેર સોમવારે ઇન્ટ્રા-ડે રૂ. 388.20ની સર્વોચ્ચ સપાટીએ આંબી છેલ્લે રૂ. 280ના સુધારા સાથે રૂ. 383.30 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. તેને અનુલક્ષીને વિવિધ બ્રોકરેજ હાઉસ દ્વારા આ શેરને વેઇટેજ સાથે રૂ. 425- 450ના ટાર્ગેટ સુધી હોલ્ડ કરવા કે ખરીદવા માટે ભલામણ કરવામાં આવી છે. કંપનીએ ક્યૂ-3 માટે પ્રોત્સાહક પરીણામોની સાથે સાથે શેરદીઠ રૂ. 6ના ડિવિડન્ડની લ્હાણી પણ કરી છે. બજેટમાં સકારાત્મક સરપ્રાઈઝ મળ્યા બાદ ITCના શેરમાં સતત નવી ટોચ જોવા મળી રહી છે. વધુમાં કંપનીએ મજબૂત ત્રિમાસિક પરિણામો જાહેર કરતાં શેર રેકોર્ડ સ્તરે પહોંચ્યો છે. ઓક્ટોબરથી ડિસેમ્બર ક્વાર્ટર દરમિયાન, કંપનીના ચોખ્ખા નફામાં 21 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. કંપનીના ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામો બાદ સોમવારે ITC શેરની કિંમત (ITC સ્ટોક પ્રાઇસ) રૂ. 388.20ની રેકોર્ડ ટોચે પહોંચી હતી. આ શેરમાં હજી પણ સુધારાના અવકાશ સાથે વિવિધ બ્રોકરેજ હાઉસ શેર ખરીદવા કે હોલ્ડ કરવા માટે ભલામણ કરી રહ્યા છે.

વિવિધ બ્રોકરેજ ફર્મના ટાર્ગેટ્સ

બ્રોકરેજ હાઉસટાર્ગેટ
જેફરીઝ (Jefferies)450
નોમુરા455
જેએમ ફાઇનાન્સિયલ440
મોર્ગન સ્ટેનલી415
નુવામા450
મોતીલાલ ઓસવાલ450

સરકાર વોડા- આઇડિયાના રૂ. 16000 કરોડના દેવાનું ઇક્વિટીમાં કરશે કન્વર્ઝન, શેરમાં 10 ટકાની તેજીની સર્કિટ

સરકારે વોડાફોન આઈડિયાના દેવાના ઈક્વિટી કન્વર્ઝન માટે શેરદીઠ 10ના ભાવે ઈક્વિટી પ્રાપ્ત કરવાના સમાચારથી સોમવારે વોડાઆઈડિયાના શેર રોકેટ બન્યા હતા અને તેમા 23 ટકા સુધીની તેજી જોવા મળી હતી. કંપનીના બાકીના 16,133.18 કરોડના દેવા સામે તેનું ઈક્વિટીમાં રુપાંતર કરવા માટે સરકારે કહ્યું હતું કે, તેઓ ફેસ વેલ્યૂથી નીચા ભાવે શેર ખરીદવાનું કાયદેરસર ન ગણાય. આ વાતને પગલે કંપનીના શેરમાં સોમવારે ઉછાળો જોવા મળ્યો હતો. આ જાહેરાતના પગલે વોડાફોન આઇડિયાનો શેર પણ 19.88 ટકાની તેજીની સર્કિટ સાથે રૂ. 8.26ની સપાટીએ બંધ રહેવા સાથે રોકેટ બન્યો હતો.