ડેલ્હીવેરી અને માયસ્ટોર ગ્રામીણ ઉદ્યોગસાહસિકોના ગ્રોથમાં સહાય કરશે
ગુરૂગ્રામ, 8 જૂનઃ લોજિસ્ટિક્સ પ્રદાતા, ડેલ્હીવેરી લિ.એ દેશભરના ગ્રામીણ સાહસિકો માટે એક્સપ્રેસ પાર્સલ શિપિંગ પ્રદાન કરવા માટે, ભારતીય વિક્રેતાઓ માટે ONDC સંચાલિત માર્કેટપ્લેસ Mystore સાથે ભાગીદારી કરી છે.
ઓએનડીસી (ઓપન નેટવર્ક ફોર ડીજીટલ કોમર્સ) ઓએનડીસી દ્વારા, માયસ્ટોરનું ઈ-કોમર્સ પ્લેટફોર્મ ગ્રામીણ સાહસિકોને સસ્તું અને વિશ્વસનીય શિપિંગ ઓફર કરવા માટે ડેલ્હીવેરીના 18,500થી વધુ પિન કોડના વ્યાપક સમગ્ર ભારતમાં નેટવર્કનો લાભ લઈ રહ્યું છે. શ્રીનગર સ્થિત હેલ્ધી ફૂડ બ્રાન્ડ હેલ્થલાઇન ફૂડ્સ, મહારાષ્ટ્ર અને ભારતના અન્ય ભાગોમાં તેની પહોંચ વિસ્તારવા માટે બંને સક્ષમકર્તાઓની સેવાઓનો ઉપયોગ કરી રહી છે. હેલ્થલાઇન ફૂડ્સના કો-ફાઉન્ડર મુદસ્સીર અહેમદે જણાવ્યું હતું કે, ONDC અને દિલ્હીવેરી અને માયસ્ટોર જેવા સક્ષમકર્તાઓ દ્વારા, અમે સફળતાપૂર્વક ઘણા ઓર્ડર પૂરા કર્યા છે. ONDCના MD અને CEO, ટી. કોશીએ ઉમેર્યું હતું કે, Mystore અને Delhivery વચ્ચેના સહયોગમાં આર્થિક વૃદ્ધિને વેગ આપવા અને દૂરના વિસ્તારોમાંથી ઉભરી રહેલા વ્યવસાયો માટે નવી તકો ઊભી કરવાની ક્ષમતા છે. માયસ્ટોરના કો-ફાઉન્ડર કૃતિ અગ્રવાલે જણાવ્યું હતું કે, ડિજિટલ કોમર્સ સોલ્યુશન પ્રદાતા તરીકે ડેલ્હીવેરી સાથેના અમારા સહયોગથી, અમે હવે FPOs મારફત ખેડૂતના ઉત્પાદનોને ટાયર-1 અને ટાયર-2 શહેરોમાં સીધા ખરીદદારો સુધી પહોંચાડવા સક્ષમ બનાવી રહ્યા છીએ.
ડેલ્હીવેરીના ચીફ ઓપરેટિંગ ઓફિસર અજીથપાઈએ જણાવ્યું હતું કે, ભારતમાં નેટવર્ક સાથે, ટેક્નોલોજી, અને ડેટા આધારિત બેકબોન, ONDCના સહભાગીઓ માટે આદર્શ પાર્ટનર છે.