ગુજરાતીઓ હેલ્થ અને વેલ્થમાં અગ્રેસર, સંપત્તિની સુરક્ષામાં ઉદાસિન
ગોદરેજ સિક્યોરિટીનો ‘ડિકોડિંગ સેફ એન્ડ સાઉન્ડઃ ઇન ધ ઇન્ડિયન કોન્ટેક્સ્ટ’ સ્ટડી
અમદાવાદઃ કોરોના મહામારી બાદ મોટાભાગના લોકો વધુ સલામત બન્યા છે. હેલ્થ એન્ડ વેલ્થને પ્રાથમિકતા આપી રહ્યા છે. ખાસ કરીને શારિરીક અને માનસિક સુરક્ષા માટે વધુ જાગૃત થયા છે. અમદાવાદના 59 ટકા લોકો સ્વંય અને પોતાનાં પરિવારજનોનાં આરોગ્ય અને સુખાકારી પર ફોકસ કરી રહ્યા છે. જ્યારે સંપત્તિ અને ઘરની સુરક્ષાને માત્ર 23 ટકા અમદાવાદીઓ મહત્વ આપી રહ્યા છે. બીજી બાજુ ડેટા પ્રાઇવસી અંગે વૈશ્વિક ધ્યાન કેન્દ્રીત હોવાં છતાં અમદાવાદના માત્ર 17 ટકા ઉત્તરદાતાઓનાં મતે ડેટા સિક્યોરિટી સલામતીને આવશ્યક દર્શાવી છે.
કોરોના મહામારી બાદ ચોરી-લૂંટફાટ, ગુનાખોરીનું પ્રમાણ વધ્યુ છે. બીજી બાજુ બે વર્ષ સુધી લોકડાઉનમાં રહ્યા બાદ લોકો હવે બહાર નીકળી રહ્યા છે. વેકેશન અને રજાઓ માણી રહ્યા છે. ત્યારે ઘરની સલામતીને પ્રાધાન્ય આપવુ જરૂરી બન્યુ છે.
ગોદરેજ ગ્રૂપની ફ્લેગશિપ કંપની ગોદરેજ એન્ડ બોય્સના બિઝનેસ ગોદરેજ સિક્યોરિટી સોલ્યુશન્સે ‘ડિકોડિંગ સેફ એન્ડ સાઉન્ડઃ ઇન ધ ઇન્ડિયન કોન્ટેક્સ્ટ’(ભારતના સંદર્ભમાં સલામતી અંગેની સમજ) નામનો અભ્યાસ હાથ ધર્યો હતો. અભ્યાસ પરથી એવું તારણ નીકળ્યું કે, અમમદાવાદના 47 ટકા ઉત્તરદાતાઓ હોમ સિક્યોરિટી સોલ્યુશન્સ ખરીદતી વખતે કોન્ટેક્ટલેસ વિકલ્પ અપનાવશે. આ કેટેગરીના વેચાણમાં વાર્ષિક 20 ટકા વૃદ્ધિ થઈ છે. મહિલાઓની સરખામણીમાં પુરુષો કોન્ટેક્ટલેસ સોલ્યુશન ખરીદવાની વધુ તરફેણમાં છે.
ગોદરેજ સિક્યોરિટી સોલ્યુશન્સના બિઝનેસ હેડ પુષ્કર ગોખલેએ જણાવ્યું હતું કે, “વધતી જતી ગુનાખોરીની સાથે સાથે ફિઝિકલ અને નેટવર્ક હોમ સિક્યોરિટી પર પણ ધ્યાન આપવું જરૂરી છે. ટેકનોલોજીનાં વિકાસની સાથે સાથે બજારમાં પુષ્કળ હોમ સિક્યોરિટી સોલ્યુશન્સ ઉપલબ્ધ છે. સોલ્યુશન્સ ઉપલબ્ધ હોવા છતાં જાગૃત્તિના અભાવે અપનાવવાનો રેશિયો નીચો છે.
સિક્યોરિટી સોલ્યુશન્સ પાછળ રોકાણ 50 ટકા વધાર્યું
બ્રાન્ડે ભારતીય ગ્રાહકોને ડિસરપ્ટિવ સિક્યોરિટી સોલ્યુશન્સ પૂરાં પાડવા માટે વૈશ્વિક ટેકનોલોજી અપનાવવા માટે છેલ્લાં એક વર્ષમાં ટેકનોલોજી અને ઇનોવેશનમાં તેનાં રોકાણમાં 50 ટકા વધારો કર્યો છે.