અમદાવાદ : પટેલ એન્જિનિયરિંગ તેના સંયુક્ત સાહસના ભાગીદારો (જેવી) સાથે મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્યમાં રૂ. 1567 કરોડના પ્રોજેક્ટો માટે સૌથી ઓછામાં ઓછી બિડર (એલ1) ઘોષિત કરવામાં આવી છે. કંપની આ નવા ઓર્ડરમાં હિસ્સો રૂ. 1006 કરોડ છે.

પટેલ એન્જિનિયરિંગ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર રુપેન પટેલે જણાવ્યું હતું કે, રૂ. 1567 કરોડ મૂલ્યના પ્રોજેક્ટો નિર્માણ અને ભારે સિવિલ એન્જિનિયરિંગનાં કામો માટે અમારી કટિબદ્ધતાનો વધુ એક દાખલો છે, આગળ જતાં ભવિષ્ય માટે અમારા વ્યૂહાત્મક રોડમેપ પર અમારું કામ ચાલુ રાખીશું ત્યારે અમારા વેપારના વિસ્તરણમાં વૃદ્ધિ થશે. કંપનીએ તેનું કર્મચારી મૂળ 4300 કર્મચારી સાથે બે ગણાથી વધુ કર્યું છે. છેલ્લાં 3 વર્ષમાં અમને રૂ. 12,000 કરોડના નવા ઓર્ડર પ્રાપ્ત થયા છે. નોન- કોર એસેટ્સના મોનેટાઈઝેશન થકી ઋણ ઓછું કરવાની યોજના અમારે માટે મુખ્ય એકાગ્રતાનો મુદ્દો રહેશે. 31 ડિસેમ્બર, 2022ના રોજ તેની ઓર્ડર બુક રૂ. 16,809 કરોડે પહોંચી છે અને હાલમાં એલ1 આ નવા ઓર્ડરોનો ઉમેરા સાથે ઓર્ડર બુક વધુ સુધરશે. મોટા ભાગની ઓર્ડર બુકમાં કેન્દ્ર /  રાજ્ય સરકારો અથવા અન્ય સરકારી ઉપક્રમો /  જાહેર ક્ષેત્રના ઉપક્રમો દ્વારા આપવામાં આવેલા પ્રોજેક્ટોનો સમાવેશ થાય છે.

નાણાકીય વર્ષ 2022માં કામગીરીમાંથી એકત્રિત મહેસૂલ ગત વર્ષે આ જ સમયગાળામાં રૂ. 1994.79 કરોડની સામે 69.46 ટકા વધીને રૂ. 3380.29 કરોડે પહોંચી છે. કંપનીએ નાણાકીય વર્ષ 2021માં રૂ. 272.93 કરોડના નુકસાનમાંથી પલટવાર કરીને નાણાકીય વર્ષ 2022માં રૂ. 68.63 કરોડનો નફો કર્યો છે. પટેલ એન્જિનિયરિંગનો 2023ના પ્રથમ 9 મહિના માટે એકત્રિત ચોખ્ખો નફો ગત વર્ષે આ જ સમયદગાળામાં રૂ. 33.56 કરોડની સામે 109.89 ટકા વધીને રૂ. 70.44 કરોડ નોંધાયો છે. વેચાણ ડિસેમ્બર 2021ના પૂરા થયેલા ગત ત્રિમાસિક દરમિયાન રૂ. 877.94 કરોડની સામે 31 ડિસેમ્બર, 2022ના પૂરા થયેલા ત્રિમાસિકમાં 18.11 ટકા વધીને રૂ. 10.36.98 કરોડ અને 9 મહિનાના સમયગાળાનું વેચાણ ગત વર્ષે આ જ સમયે રૂ. 2268.64 કરોડની સામે 28 ટકા વધીને રૂ. 2903.94 કરોડ નોંધાયું છે.