પેટીએમના શેરમાં 25 ટકાનો ઉછાળો; છ મહિનામાં 80% ઉછળ્યો
મુંબઇ, 10 સપ્ટેમ્બરઃ ભારે વોલ્યુમ વચ્ચે 10 સપ્ટેમ્બરના રોજ પેટીએમના શેરમાં 25 ટકાથી વધુનો ઉછાળો આવ્યો હતો. કંપનીના કુલ 2 કરોડ શેરોએ BSE અને NSE પર હાથ બદલ્યા છે, જે એક મહિનાના સરેરાશ ટ્રેડિંગ વોલ્યુમ 1 કરોડ શેરની સરખામણીમાં છે. GST કાઉન્સિલ દ્વારા 2,000 રૂપિયાથી નીચેના UPI ટ્રાન્ઝેક્શન પર GSTના સંદર્ભમાં કોઈ જાહેરાત ન કરવાને કારણે પણ પેટીએમના શેરમાં તેજીનો તણખો આપ્યો છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર સવારે 10:52 વાગ્યે પેટીએમના શેર 6 ટકાથી વધુ રૂ. 667.50 પર ટ્રેડ થઈ રહ્યા હતા. ત્યારબાદ સતત સુધારામાં બપોરે 13.54 કલાક આસપાસના સુમારે શેર રૂ. 24 ટકાના ઉછાળા સાથે રૂ. 651ની સપાટીએ રમતો જોવા મળ્યો હતો.
આજના તીવ્ર ઉછાળા પછી, શેર વર્ષ-ટુ-ડેટના ધોરણે સકારાત્મક બન્યો છે. પાછલા 12 મહિનામાં, આ સમયગાળા દરમિયાન નિફ્ટીમાં 28 ટકાની વૃદ્ધિની સરખામણીમાં શેરમાં 26 ટકાનો ઘટાડો થયો છે. મે મહિનામાં શેર રૂ. 310ની 52 સપ્તાહની નીચી સપાટીએ પહોંચ્યો હતો. ત્યારથી, તે બમણાથી સુધરી ચૂક્યો છે. માત્ર પાછલા મહિનામાં, પેટીએમના શેરમાં લગભગ 30 ટકાનો વધારો થયો છે, જે નિફ્ટીના લગભગ 2 ટકાના સુઝારાને પાછળ છોડી દે છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)