પીએનબી દ્વારા મહિલા દિવસની ઉજવણી
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર પંજાબ નેશનલ બેન્ક (પીએનબી) દ્વારા દિલ્હીમાં તેના વડામથક ખાતે સન્માન સમારંભ યોજાયો હતો અને મહિલા કેન્દ્રિત આરોગ્ય વીમા પોલિસીઓ લોન્ચ કરવામાં આવી હતી. બેન્ક અલગ અલગ ક્ષેત્રની સફળ મહિલાઓનું સન્માન કર્યું હતું અને સમારંભમાં હાજર મહિલા કર્મચારીઓને પ્રેરણા લેવા અને તેમની આગવી ઓળખ કંડારવા માટે પ્રોત્સાહન આપ્યું હતું.
આ અવસરે અતિથિ આવકવેરા વિભાગ (નવી દિલ્હી)ના પ્રિન્સિપલ ડાયરેક્ટર જનરલ ડો. સાધના શંકર, પીએનબીના એમડી અને સીઈઓ અતુલ કુમાર ગોયલ, ઈડી કલ્યાણ કુમાર અને સીજીએમ સુનીલ સોની સાથે પીએનબી પ્રેરણાના પ્રેસિડેન્ટ શ્રીમતી પૂનમ ગોયલ અને પીએનબી પ્રેરણાના વરિષ્ઠ સભ્યો, વાઈસ પ્રેસિડેન્ટ શ્રીમતી સંગીતા કુમાર, શ્રીમતી અંજના દુબે અને શ્રીમતી સાધના કુમારી તથા બેન્કની અન્ય મહિલા અધિકારીઓ હાજર હતી.
આ કાર્યક્રમ સમયે પીએનબી દ્વારા ચોલામંડલમ એમએસ જનરલ ઈન્શ્યુરન્સ અને બજાજ એલિયાન્ઝ જનરલ ઈન્શ્યુરન્સ સાથે સહયોગમાં મહિલા કેન્દ્રિત આરોગ્ય વીમા પોલિસીઓ લોન્ચ કરવામાં આવી હતી. આ પહેલનું લક્ષ્ય ભારતીય મહિલાઓને વિવિધ કટોકટીની આરોગ્યની સ્થિતિઓ સામે ભારતીય મહિલાઓને તેમના ભવિષ્યને સુરક્ષિત રાખવા માટે સમર્પિત અને વ્યાપક પોલિસી પૂરી પાડવાનું લક્ષ્ય છે.
ઉપરાંક આજે પીએનબી દ્વારા મહિલાઓને સમર્પિત 9000થી વધુ પીએનબી પાવર સેવિંગ્સ અકાઉન્ટ મોબિલાઈઝ્ડ કરાયા હતા, જે તેમને અનેક લાભો અને રાહતો આપે છે.
આ વિશેષ અવસરે પીએનબીના વરિષ્ઠ સભ્યો સાથે શ્રી અતુલ કુમાર ગોયલે ડો. સાધના શંકરના પુસ્તક આરોહણનું વિમોચન કર્યું હતું. તેમનું આ પુસ્તક દૂરના ભવિષ્યમાં અલગ અલગ ગ્રહ પર ત્રેવીસમી સદીમાં પૃથ્વી પર આવાસમાંથી મહિલાની સતર્કતા પર સાયન્સ ફિકશન છે.
મહિલા બેન્ક અધિકારીઓના અતુલનીય યોગદાનને પહોંચ આપતાં ડો. સાધના શંકરે જણાવ્યું હતું કે “તાજેતરના વર્લ્ડ ઈકોનોમિક ફોરમના અહેવાલમાં એવી ચેતવણી આપવામાં આવી છે કે કોવિડ-19 મહામારીના પ્રભાવથી પેઢીઓ દ્વારા વૈશ્વિક લિંગ અંતર આશરે 99 વર્ષ પરથી 135 વર્ષ સુધી વધી ગયું છે. મહામારીને લીધે મહિલાઓ આર્થિક અવરોધોનો સામનો કરી રહી છે, રાજકીય સહભાગ ઓછો થયો છે અને કાર્યસ્થળે પડકારો ઊભા થયા છે. આથી આ સમસ્યાને ઉકેલવા માટે ગતિશીલ વ્યૂહરચનાઓ અને ધોરણોની જરૂર છે.
સમારંભને સંબોધન કરતાં પીએનબીના એમડી અને સીઈઓ અતુલ કુમાર ગોયલે જણાવ્યું હતું કે “વ્યાવસાયિક અને અંગત મોરચે પણ અડીખમ રહીને મહિલાઓ અનેક ક્ષમતામાં વિવિધ ભૂમિકા ભજવે છે. તેઓ દેશની આર્થિક વૃદ્ધિની સમાન ભાગીદાર છે અને પરિવાર માટે મૂલ્યવાન એસેટ છે. આથી ‘#BreakTheBias’ થીમને આપણે સંપૂર્ણ ટેકો આપવો જોઈએ અને દુનિયાને પૂર્વગ્રહ, જૂની ઘરેડ અને ભેદભાવથી મુક્ત કરવા પર ભાર આપવો જોઈએ. “
પીએનબી ખાતે ઈડી કલ્યાણ કુમારે જણાવ્યું હતું કે “ભારતની આઝાદીનાં 75 વર્ષની યાદગારીમાં ઊજવાઈ રહેલા આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે અમે જોશભેર આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરી રહ્યા છીએ. જોકે પરિવર્તન આપણી ભીતરથી અને આપણા પરિવારમાં શરૂ થાય તો જ પૂર્વગ્રહ તોડી શકાશે.”