Popular Vehicles & Services IPO: આઈપીઓમાં રોકાણ કરતાં પહેલાં આ બાબતો ચકાસો
અમદાવાદ, 12 માર્ચઃ પોપ્યુલર વ્હિકલ્સ એન્ડ સર્વિસિઝ 12 માર્ચે રૂ. 601.55 કરોડનો આઈપીઓ લાવી રહી છે. જેની પ્રાઈસ બેન્ડ 280-295 નિર્ધારિત કરવામાં આવી છે. માર્કેટ લોટ 50 શેર્સ માટે લઘુત્તમ રૂ. 14750નું અને ત્યારબાદ તેના ગુણાંકમાં અરજી કરવાની રહેશે. પોપ્યુલર વ્હિકલ્સ સર્વિસિઝ ફ્રેશ ઈશ્યૂ હેઠળ રૂ. 250 કરોડ અને ઓફર ફોર સેલ હેઠળ રૂ. 351.55 કરોડ એકત્ર કરશે. પ્રમોટર જ્હોન કે. પૌલ, ફ્રેન્સિસ કે. પૌલ અને નવિન ફિલિપ કંપનીમાં હાલ 65.79 ટકા હોલ્ડિંગ ધરાવે છે.
1983માં સ્થાપિત પોપ્યુલર વ્હિકલ્સ એન્ડ સર્વિસિઝ લિ. ઓટોમોબાઈલ ડિલરશીપ બિઝનેસ સાથે સંકળાયેલી છે. તદુપરાંત તે સર્વિસિઝ, સ્પેર પાર્ટ ડિસ્ટ્રિબ્યુશન, ડ્રાઈવિંગ સ્કૂલ, થર્ડ પાર્ટી ફાઈનાન્સિયલ અને ઈન્સ્યોરન્સ પ્રોડક્ટના વેચાણ પણ કરે છે. આઈપીઓ લાવાવ પાછળનો ઉદ્દેશ તેની પેટા કંપનીઓના બાકી દેવાની ચૂકવણી-પ્રિ- ચૂકવણી અને જનરલ કોર્પોરેટ હેતુઓ પૂર્ણ કરવાનો છે.
GMP: ગ્રે માર્કેટમાં પોપ્યુલર વ્હિકલ્સના આઈપીઓ માટે રૂ. 295ની ઈશ્યૂ પ્રાઈસ સામે હાલ રૂ. 27 પ્રીમિયમ બોલાઈ રહ્યા છે. જે 10 ટકા ગેઈન દર્શાવે છે. ઈશ્યૂ 14 માર્ચે બંધ થશે, લિસ્ટિંગ 19 માર્ચે થશે.
IPO Tips: કંપની ચાર રાજ્યોમાં 400થા વધુ ટચ પોઈન્ટ સાથે ઉપસ્થિત છે. જેની લિસ્ટેડ હરીફ કંપની લેન્ડમાર્ક કાર્સ લિમિટેડ છે. જેનો પીઈ રેશિયો 34.84 ગણો છે. જ્યારે પોપ્યુલરનો પીઈ રેશિયો 28.88 ગણો છે. શેરદીઠ કમાણી રૂ. 10.22 છે. ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રી દેશના જીડીપીમાં 7.10 ટકા યોગદાન આપે છે. કંપનીનું ઈલેક્ટ્રિક ટુવ્હિલર્સ અને ઈ-થ્રી વ્હિલર્સ સેગમેન્ટમાં વિસ્તરણ ગ્રોથમાં વધારો કરે છે. ફંડામેન્ટલ્સ પણ મજબૂત છે. 30 સપ્ટેમ્બર-24 સુધીમાં કંપનીનું કુલ બાકી દેવુ રૂ. 764.61 કરોડ છે, જેની સામે રિઝર્વ અને સરપ્લસ રૂ. 371.67 કરોડ છે. ઉપરોક્ત બાબતોને ધ્યાનમાં લેતાં આઈપીઓમાં રોકાણ કરી શકાય.
ફંડામેન્ટલ્સઃ ગત નાણાકીય વર્ષ 2022-23માં કંપનીની આવક 40.42 ટકા વધી હતી. જ્યારે ચોખ્ખો નફો 90.31 ટકા વધ્યો હતો. અહીં આપેલ વિગતમાં આવક અને ચોખ્ખો નફો રૂ. કરોડમાં દર્શાવ્યો છે.
વિગત | 2022-23 | 2021-22 | 2020-21 |
આવક | 4892.63 | 3484.20 | 2919.25 |
ચોખ્ખો નફો | 64.07 | 33.67 | 32.46 |