સપ્ટેમ્બર સુધીમાં 2.6 બિલિયન શેર ટ્રેડ કરવા માટે માર્કેટમાં ઉતરશે

અમદાવાદ, 24 જૂનઃ આઇપીઓ યોજનારી 46 કંપનીઓ 24 જૂનથી 30 સપ્ટેમ્બર, 2024 વચ્ચે તેમના પ્રિ-લિસ્ટિંગ શેરહોલ્ડર લૉક-ઇન હટાવી લેશે, જેનું મૂલ્ય $11.9 બિલિયનના કુલ 2.63 બિલિયન શેર હોવાનું મનાય છે. નુવામા ઇન્સ્ટિટ્યૂશનલ ઇક્વિટીઝના એક રિપોર્ટ અનુસાર, આ તમામ શેર વેચાણ માટે આવશે નહીં કારણ કે આ શેરનો મોટો ભાગ પ્રમોટર જૂથો પાસે પણ છે. આ પૈકી, સૌથી મોટી JSW ઇન્ફ્રા છે જે 127.5 કરોડ શેર ધરાવે છે, જે બાકી ઇક્વિટીના કુલ 61 ટકા છે, તેને વેપાર માટે મુક્ત કરવામાં આવશે કારણ કે કંપનીનો એક વર્ષનો લોક-ઇન પિરિયડ 30 સપ્ટેમ્બરે ખુલશે.

Awfis Space Solutions, Kronox Lab Sciences અને Le Travenues Technologies એ નવા લિસ્ટિંગમાં સામેલ છે, જે 15 જુલાઈ સુધી તેમનો એક મહિનાનો લોક-ઈન પિરિયડ લિફ્ટ જોશે. SRM કોન્ટ્રાક્ટર્સ, Bharti Hexacom, JNK India, Indegene, TBO Tek, Aadhar Housing Finance, GO Digit General Insurance  11 સપ્ટેમ્બર, 2024 સુધી તેમનો ત્રણ મહિનાનો લોક-ઇન સમયગાળો હટાવી લેશે. 8 જુલાઈના રોજ, ભારતી હેક્સાકોન માટેનો ત્રણ મહિનાનો લોક-ઈન પિરિયડ સમાપ્ત થશે. આનાથી તેના બાકી રહેલા શેરના 3 ટકાનું ટ્રેડિંગ થઈ શકશે.

કેટલાક શેરોનો 5-6 મહિનાનો લોક-ઇન સમયગાળો સપ્ટેમ્બર સુધીમાં પૂરો થશે. તેમાં જ્યોતિ CNC 16 જુલાઈના રોજ ટ્રેડિંગ માટે 15.2 કરોડ શેર રિલીઝ કરશે, જે તેની ઈક્વિટીના 67 ટકા હિસ્સો ધરાવે છે. અન્ય શેરોમાં Apeejay Surendra Park, Rashi Periferals અને BLS E સર્વિસિસનો સમાવેશ થાય છે. તે ઉપરાંત  આગામી 90 દિવસોમાં, લેન્ડમાર્ક કાર, કેફિન ટેક અને રેડિયન્ટ કેશ મેનેજમેન્ટ માટે 18-મહિનાનો લોક-ઇન સમયગાળો પણ સમાપ્ત થશે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)