મુંબઈ

કતાર ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી (QIA) રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિ.માં રૂ. 8,278 કરોડનું રોકાણ કરશે. QIA રિલાયન્સ રિટેલનો 1 ટકા હિસ્સો ખરીદવાની યોજના ધરાવે છે.  રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ની રિટેલ કંપનીએ પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું, અને ઉમેર્યું હતું કે QIAનું રોકાણ સંપૂર્ણ રીતે 0.99 ટકાના લઘુમતી ઇક્વિટી હિસ્સો ખરીદવાના ભાગરૂપે રહેશે.

“QIA દ્વારા રોકાણ એ ભારતીય અર્થતંત્ર અને રિલાયન્સના રિટેલ બિઝનેસ મોડલ, વ્યૂહરચના અને અમલીકરણ ક્ષમતાઓ પ્રત્યેના સકારાત્મક દૃષ્ટિકોણનું મજબૂત સમર્થન છે,” RRVLના ડિરેક્ટર ઈશા અંબાણીએ જણાવ્યું હતું.

કંપનીને QIAના વૈશ્વિક અનુભવ અને મૂલ્ય નિર્માણના મજબૂત ટ્રેક રેકોર્ડથી લાભ થશે.

આ ટ્રાન્ઝેક્શન માટે, મોર્ગન સ્ટેન્લી RRVLના ફાઈનાન્સિયલ એડવાઈઝર અને સિરિલ અમરચંદ મંગળદાસ અને ડેવિસ પોલ્ક એન્ડ વોર્ડવેલે કંપનીના કાનૂની સલાહકાર રહ્યા હતા. AZB અને Cleary Gottlieb એ QIA માટે કાનૂની સલાહકાર તરીકે કામ કર્યું હતું.

 2020માં RRVL (રિલાયન્સ રિટેલ)એ તેના અગાઉના ફંડ-રેઝ રાઉન્ડમાં, વિવિધ વૈશ્વિક રોકાણકારો પાસેથી કુલ રૂ. 47,625 કરોડનું ફંડ મેળવ્યું હતું. જેમાં રૂ. 4.21 લાખ કરોડના પ્રી-મની ઇક્વિટી મૂલ્ય પર લેવામાં આવ્યા હતા.

QIAના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર મન્સૂર ઇબ્રાહિમ અલ-મહમૂદે, RRVLમાં 0.99 ટકા હિસ્સો લેવાના નિર્ણય અંગે જણાવ્યું હતું કે “કતાર સ્થિત ઈન્વેસ્ટમેન્ટ ઓથોરિટી ભારતના ઝડપથી વિકસતા રિટેલ માર્કેટમાં ઉચ્ચ વૃદ્ધિની સંભાવના ધરાવતી નવીન કંપની રિલાયન્સ રિટેલને ફંડિંગ પૂરુ પાડી સપોર્ટ કરવા માટે પ્રતિબદ્ધ છે.”

“અમે રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડની રાહ જોઈ રહ્યા છીએ, તેની મજબૂત વિઝન અને પ્રભાવશાળી વૃદ્ધિના માર્ગ સાથે, ભારતમાં રોકાણના અમારા વધતા અને વૈવિધ્યસભર પોર્ટફોલિયોમાં જોડાઈશું,” તેમણે ઉમેર્યુ હતું.