અમદાવાદ

અદાણી ગ્રૂપની કંપનીઓએ આ વર્ષે જૂન ત્રિમાસિકમાં મજબૂત પ્રદર્શન નોંધાવ્યા છે. જેના પગલે અદાણી ગ્રૂપની EBITDA વાર્ષિક ધોરણે 42 ટકા વધી રૂ. 25532 કરોડ થઈ છે. અદાણી પોર્ટફોલિયોમાં 86 ટકા હિસ્સો ધરાવતા ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને યુટિલિટી સેગમેન્ટની EBITDA રૂ. 20233 કરોડ થઈ છે.

ગ્રૂપની મજબૂત કામગીરી મુખ્યત્વે અદાણી ગ્રીન હેઠળ રિન્યુએબલ પાવર બિઝનેસ, અદાણી એન્ટરપ્રાઈઝ હેઠળ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બિઝનેસ અને અદાણી સિમેન્ટ હેઠળના સિમેન્ટ બિઝનેસને આભારી છે. અદાણી ગ્રીને INR 2,200 કરોડનો EBITDA નોંધાવ્યો હતો, જે Y-o-Y 67%નો વધારો દર્શાવે છે. સિમેન્ટ બિઝનેસનો EBITDA 54% Y-o-Y વધીને INR 1,935 કરોડ થયો છે.

ગ્રૂપની ફ્લેગશિપ અદાણી એન્ટરપ્રાઇઝીસ હેઠળ ઇન્ક્યુબેશન એ એરપોર્ટ્સ, ગ્રીન હાઇડ્રોજન અને અન્ય વ્યવસાયો સાથે આકર્ષક ગ્રોથ નોંધાવી રહી છે જે પોર્ટફોલિયો સ્તરના EBITDAમાં 7% હિસ્સો ધરાવે છે. ઇન્ફ્રા બિઝનેસે વાર્ષિક ધોરણે EBITDAમાં 96 ટકા ગ્રોથ નોંધાવ્યો છે.

Strong financial performance delivered across portfolio ( આંકડા કરોડમાં)

SectorQ1FY24 EBITDAQ1FY23 EBITDAGrowth% of Total
Utility14,45310,37839%61.4%
Transport4,0623,7768%17.3%
AEL-Infrastructure business1,71887796%7.3%
A. Sub-total (Infrastructure)20,23315,03134%86.0%
Adjacencies (Cement) 11,935NA8.2%
B. Sub-total (Adjacencies)1,9358.2%
AEL- Existing businesses1,3641,551(12%) 35.8%
FMCG2177491(64%)4
C. Sub-total (Others) 21,3641,551(12%)5.8%
Portfolio EBITDA (A+B+C) 223,53316,58242%100%