અમદાવાદ, 21 ઓક્ટોબરઃ ભારતના ગ્રીન હાઈડ્રોજન વિઝનને સાકાર કરતો દેશનો પ્રથમ ઈલેક્ટ્રોલાઈઝરનું ઉત્પાદન કરતો ગ્રીનઝો એનર્જી ઇન્ડિયાનો પ્લાન્ટ અંગેની તમામ તૈયારીઓ થઈ ચૂકી છે. તે પાંચ મહિનામાં તેના માટે જરૂરી ઇલેક્ટ્રોલાઇઝરનું ઉત્પાદન શરૂ કરશે.

સાણંદમાં સ્થાપિત પ્લાન્ટનું ભૂમિ પૂજન 24 ઓક્ટોબરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે કરવામાં આવશે. ગ્રીનઝો એનર્જીના સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર સંદીપ અગ્રવાલે દાવો કર્યો હતો કે સાત વર્ષમાં થર્મલ એનર્જી બંધ થઈ જશે.

“તેના માટે એક સમયરેખા નક્કી કરવામાં આવી છે અને હાલની સુવિધાઓને બંધ કરી નાખવાના આદેશો પર કામગીરી શરૂ થઈ ચૂકી છે. ગ્રીન હાઇડ્રોજનમાંથી ઉત્પાદિત વીજળીનો ઉપયોગ ઇવી, કમ્બશન એન્જિન અને ટર્બાઇનને પાવર કરવા માટે કરવામાં આવશે.”

 1100 કરોડના ઓર્ડર

સાણંદ ખાતે વાર્ષિક 250 મેગાવોટના ઇલેક્ટ્રોલાઈઝર પ્લાન્ટ માટે પ્રથમ તબક્કામાં સુવિધા માટે રૂ. 100 કરોડનું રોકાણ કરવામાં આવશે. કંપની પાસે પહેલેથી જ રૂ. 1,100 કરોડના ઓર્ડર છે. ઈલેક્ટ્રોલાઈઝર માર્કેટમાં દેશમાં વિકાસની વિશાળ સંભાવના છે અને તેનું કોઈ સ્વદેશી ઉત્પાદન નથી. “આ પ્રકારનો પ્રથમ પ્લાન્ટ હશે. ગ્રીન હાઈડ્રોજન 400 વર્ષ સુધી ભૂગર્ભમાં સંગ્રહિત કરી શકાય છે. ત્યાર બાદ તેનો અસરકારક રીતે ઉપયોગ કરી શકાય છે.

ઘણી બધી કંપનીઓ ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન કરવાનો પ્રયાસ કરી રહી છે જે ભાવિ રિન્યુએબલ ઇંધણ છે. અમે ગ્રીન હાઇડ્રોજન ઉત્પન્ન કરવાની સુવિધા બનાવીશું. સૌર ઉર્જા અંગે તેમણે કહ્યું કે તેની મર્યાદાઓ છે. “રાત્રે સૌર ઉર્જાનો ઉપયોગ કરવા માટે તમારે 12 વર્ષની આયુષ્ય ધરાવતી બેટરીની જરૂર છે. જો બેટરીઓ બિનઉપયોગી થાય, તો તેને કાઢી નાખવાની જરૂર છે.