અમદાવાદઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે તા. 31 ડિસેમ્બર-22ના અંતે પૂરાં થયેલા નાણાકીય વર્ષ 2022-23ના ત્રીજા ત્રિમાસિક ગાળા માટે ચોખ્ખો નફો આગલાં વર્ષના તેટલાંજ ગાળાની સરખામણીમાં 0.6 ટકા વૃદ્ધિ સાથે રૂ. 17806 કરોડ (રૂ. 15512 કરોડ) નોંધાવ્યો છે. કંપનીની કુલ આવકો 14.8 ટકા વધી રૂ. 240963 કરોડ (રૂ. 209823 કરોડ) થઇ છે. કંપનીનો EBITDA 13.5 ટકા વધ્યો હોવાનું કંપનીએ એક સ્ટેટમેન્ટમાં જણાવ્યું છે.

કોન્સોલિડેટેડ આવક રૂ. 240,963 કરોડ (29.1 બિલિયન ડોલર), વાર્ષિક ધોરણે 14.8 ટકા વૃદ્ધિ

કોન્સોલિડેટેડ EBITDA રૂ. 38,460 કરોડ (4.6 બિલિયન ડોલર), વાર્ષિક ધોરણે 13.5 ટકા વૃદ્ધિ

કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો રૂ. 17, 806 કરોડ (2.2 બિલિયન ડોલર), વાર્ષિક ધોરણે 0.6 ટકા વૃદ્ધિ

Consolidated Financial Highlights

Sr. No.Particulars3Q FY232Q FY233Q FY22% chg. Y-o-Y9M FY239M FY22
1Gross Revenue240,963253,497209,82314.8737,442560,217
2EBITDA38,46034,66333,88613.5113,30291,719
3Depreciation10,1879,7307,68332.628,86321,796
4Finance Costs5,2014,5543,81236.413,75211,028
5Profit Before Tax23,07220,37922,391#3.070,68758,895#
6Tax Expenses5,2664,8674,68812.317,92611,907
7Profit After Tax17,80615,51217,703#0.652,76146,988#
8Capital Expenditure37,59932,534*27,582101,575*69,303*
9Outstanding Debt303,530294,859244,708303,530244,708
10Cash & Cash Equivalents193,282201,606241,846193,282241,846

# PBT and PAT does not include exceptional item of ₹ 2,836 crore. (₹ in crore)

* Excluding amount incurred towards acquisition of Spectrum by RJIL of ₹ 88,078 crore in Q2 FY23 and 9M FY23 and ₹ 43,589 crore in 9M FY22.

બધા સેગમેન્ટ્સે EBITDAમાં વૃદ્ધિમાં ફાળો આપ્યો- મુકેશ અંબાણી, સીએમડી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ

 “અમારી તમામ બિઝનેસ ટીમોએ પડકારજનક વાતાવરણમાં મજબૂત ઓપરેટિંગ પર્ફોર્મન્સ આપવા માટે ઉત્તમ કામ કર્યું છે. બધા સેગમેન્ટ્સે Y-o-Y ધોરણે એકીકૃત EBITDAમાં મજબૂત વૃદ્ધિમાં ફાળો આપ્યો છે. O2C બિઝનેસમાં યુરોપમાં મક્કમ માંગ, મર્યાદિત પુરવઠો અને કુદરતી ગેસના ઊંચા ભાવ સાથે મિડલ ડિસ્ટિલેટ પ્રોડક્ટ્સના ફંડામેન્ટલ્સ મજબૂત રહ્યા છે. ડાઉનસ્ટ્રીમ કેમિકલ ઉત્પાદનોમાં વધારાના પુરવઠા અને પ્રમાણમાં નબળી પ્રાદેશિક માગ સાથે માર્જિન દબાણ જોવા મળ્યું. જિયોએ ગ્રાહક વૃદ્ધિ અને ડેટા વપરાશમાં મજબૂત વેગને કારણે વિક્રમી આવક અને EBITDA નોંધાવી છે.  ટ્રુ5જી સેવાઓ હવે ભારતના 134 શહેરો અને નગરોમાં ઉપલબ્ધ છે. રિટેલ બિઝનેસમાં વધુ એક ક્વાર્ટર મજબૂત પ્રગતિ રહી હતી. અપસ્ટ્રીમ બિઝનેસે હાયર રિયલાઝેશન સાથે KG D6 બ્લોકમાંથી સતત ઉત્પાદન સાથે મજબૂત વૃદ્ધિ પ્રદાન કરી છે. અમે એમજે ફિલ્ડ ચાલુ થયા પછી FY 24માં ગેસ ઉત્પાદનના 30 MMSCMD લક્ષ્ય સુધી પહોંચવાના માર્ગે છીએ. જામનગર ખાતે ન્યૂ એનર્જી ગીગા ફેક્ટરીઓના અમલીકરણ તરફ ઝડપી પ્રગતિ કરી રહ્યા છીએ. અમારી મજબૂત બેલેન્સ શીટ અને મજબૂત રોકડ પ્રવાહ હાલના વ્યવસાયોને વધારવા તેમજ નવી તકોમાં રોકાણ કરવાની અમારી પ્રતિબદ્ધતામાં પાયાનો પથ્થર છે.

રિલાયન્સ રિટેલના પરીણામ એક નજરે

કંપનીની વિક્રમી ત્રિમાસિક આવક રૂ. 67,623 કરોડ, વિક્રમી ત્રિમાસિક EBITDA રૂ. 4,773 કરોડ, વાર્ષિક 24.9 ટકાનો વધારો, તમામ ફોર્મેટ અને જીયોગ્રાફીમાં અત્યાર સુધીના સૌથી વધુ 201 મિલિયન ફૂટફોલ

રિલાયન્સના ઓટૂસી બિઝનેસની કામગીરી એકનજરે

ત્રિમાસિક આવક રૂ. 144,630 કરોડ (17.5 બિલિયન ડોલર) વાર્ષિક ધોરણે 10 ટકાનો વધારો, ત્રિમાસિક EBITDA રૂ. 13,926 કરોડ (1.7 બિલિયન ડોલર) વાર્ષિક ધોરણે 2.9 ટકાનો વધારો, નિકાસ રૂ. 78,331 કરોડ (9.5 બિલિયન ડોલર) વાર્ષિક ધોરણે 21.0 ટકાનો વધારો

કંપનીની રૂ. 20000 કરોડનો એનસીડી ઇશ્યૂ લાવવાની વિચારણા

રિલાયન્સના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ (NCD) દ્વારા ₹20,000 કરોડનું ફંડ એકત્ર કરવા મંજૂરી આપી હતી. આ NCD એક અથવા વધુ તબક્કામાં અને ખાનગી પ્લેસમેન્ટના આધારે જારી કરવામાં આવશે. રિલાયન્સ પ્રાઈવેટ પ્લેસમેન્ટના ધોરણે નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ (NCDs) દ્વારા રૂ. 20,000 કરોડ એકત્ર કરશે.