આજે 1000મી સ્ટોરી સંપાદન સાથે રજૂ કરે છે BUSINESSGUJARAT.IN

BUSINESSGUJARAT.IN દ્વારા ખૂબજ ટૂંકાગાળામાં રોકાણકારો અને વાચકમિત્રોની સેવામાં 1000મી સ્ટોરી રજૂ કરતાં આનંદની લાગણી અનુભવું છું. માત્ર અને માત્ર માહિતી તેમજ જ્ઞાનમાં વૃદ્ધિ અર્થે પિરસવામાં આવતી સામગ્રી એકલાં હાથે તૈયાર કરીને પિરસી રહ્યો છું. દિવ્ય ભાસ્કરમાંથી અર્લી રિટાયરમેન્ટ લીધા પછી માત્ર શોખ અને વાચકોની સમૃદ્ધિને ધ્યાનમાં રાખીને પ્રયાસ કરી રહ્યો છું. તેથી ક્યારેક ક્ષતિ કે ગુણદોષ રહી ગયા હશે તે માટે ક્ષમાયાચના સાથે આપના અવિરત પ્રેમ અને લાગણીની અપેક્ષા સહ…………………………….. આપનો મહેશ ત્રિવેદી

અમદાવાદઃ  રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ છેલ્લા પાંચ વર્ષ દરમિયાન દલાલ સ્ટ્રીટ પર સૌથી મોટી વેલ્થ ક્રિએટર પૂરવાર થઇ છે. 2017થી 2022ના ગાળા દરમિયાન Mcapમાં આશરે રૂ. 13 લાખ કરોડના વધારા સાથે RIL સૌથી મોટી સંપત્તિ સર્જક બની છે. કંપનીએ સતત ચોથી વખત મબલક રિટર્ન આપ્યું છે. મોતીલાલ ઓસ્વાલના વેલ્થ ક્રિએશન રિપોર્ટ અનુસાર રિલાયન્સના શેરધારકોને ન્યાલ કરવાની પ્રથા સ્વ. ધીરૂભાઇ અંબાણી ત્યારબાદ મુકેશ અંબાણીએ પણ જાળવી રાખી છે. આ સમયગાળા દરમિયાન TCSએ રૂ. 9,548 કરોડની સંપત્તિ બનાવી છે. આ સિવાય ઇન્ફોસિસ 5,795 કરોડ રૂપિયા સાથે સંપત્તિ સર્જક શેરોની આ યાદીમાં ત્રીજા ક્રમે છે. આ સિવાય એચડીએફસી બેન્ક (રૂ. 4,108 કરોડ) અને બજાજ ફાઇનાન્સ (રૂ. 3,614 કરોડ) આ યાદીમાં સામેલ છે. અદાણી ટ્રાન્સમિશન, જેણે છેલ્લા પાંચ વર્ષમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 2,538 કરોડનો વધારો કર્યો છે, તે આ યાદીમાં ટોચના 10માં સ્થાન મેળવનારી એકમાત્ર કંપની છે.

મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્શિયલ સર્વિસિસના ચેરમેન અને કો-ફાઉન્ડર રામદેવ અગ્રવાલે જણાવ્યું હતું કે, છેલ્લા સળંગ પાંચ અભ્યાસમાં, એવું બહાર આવ્યું છે કે બેન્ચમાર્ક સૂચકાંકોએ 5-15% રિટર્ન આપ્યું છે. જો કે, સૌથી વધુ સંપત્તિ સર્જનારા શેરોએ આઉટપરફોર્મ કર્યું છે. બેન્ચમાર્ક કરતાં 10-15 ટકા સારું પ્રદર્શન કર્યું છે.

106 ટકાના પાંચ વર્ષના CAGR સાથે, અદાણી ટ્રાન્સમિશન આ સમયગાળા દરમિયાન સૌથી ઝડપી સંપત્તિ સર્જક હતી. આ પછી તન્લા પ્લેટફોર્મ્સ, અદાણી એન્ટરપ્રાઈઝ અને બ્રાઈટકોમ ગ્રુપનું સ્થાન આવે છે. અદાણી એન્ટરપ્રાઈઝ, અલ્કાઈલ એમાઈન્સ, કોફોર્જ, માઇન્ડટ્રી અને એલએન્ડટી ઈન્ફોટેકે સતત સારું પ્રદર્શન કર્યું છે.

માર્કેટકેપની દ્રષ્ટિએ બીએસઇ ટોપ-10 કંપનીઓ

કંપનીછેલ્લો બંધમાર્કેટકેપ
RELIANCE IND.2609.101765173.47
TCS3292.651204797.55
HDFC Bank Ltd1631.30909600.11
INFOSYS LTD.1568.85660184.76
ICICI BANK LTD.930.65649102.84
HINDUSTAN UNI2721.20639370.77
SBI616.45550157.69
HDFC2671.75486755.77
BHARTI AIRTEL LTD.835.00464529.84
ADANI ENTER.3995.80455521.65

(માર્કેટકેપ રૂ. કરોડમાં, DATA: BSE)