અમદાવાદ, 19 જાન્યુઆરીઃ રિલાયન્સ જૂથની રિલાયન્સ રિટેલ વેન્ચર્સે ડિસેમ્બર-23ના અંતે પૂરાં થયેલાં ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળા માટે ચોખ્ખો નફો 32 ટકા વૃદ્ધિ સાથે રૂ. 3165 કરોડ (રૂ. 2400 કરોડ) નોંધાવ્યો છે. કંપનીની કુલ આવકો 22.8 ટકા વધી રૂ. 83063 કરોડ (રૂ. 67623 કરોડ) થઇ છે.

વિક્રમી ક્વાર્ટર્લી આવક ₹ 83,063 કરોડ, વાર્ષિક ધોરણે 22.8% વધુવિક્રમી ક્વાર્ટર્લી EBITDA ₹ 6,258 કરોડ, વાર્ષિક ધોરણે 31.1% વધુટોટલ ફૂટફોલ 282 મિલિયનને પાર ; 252 નવા સ્ટોર્સ ખોલ્યાં

તહેવારોના ત્રિમાસિક ગાળા દરમિયાન મક્કમ પ્રદર્શન કર્યું

રિલાયન્સ રીટેલ વેન્ચર્સ લિમિટેડના એક્ઝેક્યુટિવ ડાયરેક્ટર ઇશા એમ. અંબાણીએ જણાવ્યું હતું કે, “રિલાયન્સ રિટેલે તહેવારોના ત્રિમાસિક ગાળા દરમિયાન મક્કમ પ્રદર્શન કર્યું છે. અમારી વ્યાપાર સફળતા ભારતના આર્થિક વિકાસના વિશાળ કાપડમાં જટીલ રીતે વણાયેલી છે અને અમે સાથે મળીને ભવિષ્ય માટે નવીનતા અને વિશ્વ સ્તરની શક્યતાઓની આકર્ષક વાર્તાને આકાર આપી રહ્યા છીએ. અમે અમારા ગ્રાહકોને આકર્ષક શોપિંગ અનુભવ સાથે શ્રેષ્ઠ મૂલ્ય પર ઉચ્ચ ગુણવત્તાની પ્રોડક્ટ્સ પૂરી પાડવાની અમારી પ્રતિબદ્ધતા પરત્વે કૃતસંકલ્પ છીએ.”

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)