અમદાવાદ

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL)ની 46મી વાર્ષિક સામાન્ય સભા (AGM)ની જાહેરાત 28 ઓગસ્ટના રોજ બપોરે 2 વાગ્યે ચેરમેન મુકેશ અંબાણી દ્વારા કરવામાં આવશે. જેના પગલે આજે રિલાયન્સ અને જિઓ ફાઈનાન્સિયલ સર્વિસિઝના શેરોમાં વોલ્યૂમ વધ્યા છે. રોકાણકારોને રિલાયન્સ રિટેલ અને જિયોના પ્રારંભિક પબ્લિક ઑફરિંગ (IPO)ના સંબંધિત મોટી જાહેરાતો થવાની અપેક્ષા છે.

વિશ્લેષકો અને રોકાણકારો પણ RILના ટેલિકોમ અને રિટેલ વિભાગોમાં વેલ્યુ અનલોકિંગને લઈને ઉત્સાહિત છે. બજાર ખુલ્યું ત્યારથી આ સ્ટોક ગ્રીન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા છે. બ્રોકરેજ ફર્મ CSLAએ ‘બાય’ રેટિંગ જાળવી રાખ્યું છે.

RILના ગ્રોથ, મર્જર-એક્વિઝિશન અને ડિમર્જર-રોકાણ યોજનાઓના પગલે પબ્લિક શેરહોલ્ડિંગ છેલ્લા એક વર્ષમાં વધ્યું છે. રિટેલ શેરધારકોની સંખ્યામાં પાછલા વર્ષમાં 1,90,270નો વધારો અને કુલ શેરહોલ્ડિંગમાં 10 બેસિસ પોઈન્ટ્સનો વધારો થયો છે.

મ્યુચ્યુઅલ ફંડ્સ, વીમા કંપનીઓ તેમજ રિટેલ રોકાણકારોએ સમૂહની છેલ્લી વાર્ષિક સામાન્ય સભાથી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં તેમનો હિસ્સો વધાર્યો છે. RIL તેની 46મી એજીએમ 28 ઓગસ્ટે કરી રહ્યું છે.

જૂન 2020ની સરખામણીમાં, રિટેલ શેરધારકોની સંખ્યામાં 8,79,728 વધારો થયો છે. રિટેલ રોકાણકારોને તે વ્યક્તિઓ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે જેઓ સ્ટોકમાં રૂ. 2 લાખ સુધીનું રોકાણ કરે છે.

રિલાયન્સ ગ્રૂપના શેરની સ્થિતિ

સ્ક્રિપ્સછેલ્લો ભાવઉછાળોવોલ્યૂમ (T/O Cr.)
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ2474.550.19%34.36
Jio Financial218.953.16%212.53