વિગતનવેમ્બર-23ઓક્ટોબર-23
CPI5.55%0.5%
Food8.70%1.1%
  Cereals10.27%0.9%
  Meat, fish2.15%-1.8%
  Oils, fats-15.03%-0.2%
  Vegetables17.70%5.0%
  Pulses20.23%1.6%
  Fruits10.95%-0.4%
Clothing, footwear3.90%0.2%
Housing3.55%0.1%
Fuel, light-0.77%0.1%
Miscellaneous4.38%0.3%

અમદાવાદ, 12 ડિસેમ્બરઃ માવઠુ તેમજ વાવાઝોડાની અસરના કારણે શાકભાજી-ફળો મોંઘા થતાં રિટેલ મોંઘવારી નવેમ્બરમાં વધી  5.55 ટકા નોંધાઈ છે. 12 ડિસેમ્બરના રોજ સ્ટેટિસ્ટિક્સ અને પ્રોગ્રામ અમલીકરણ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા ડેટા અનુસાર, બેઝ ઇફેક્ટ અને મુખ્ય ખાદ્ય ચીજોના ભાવમાં વધારો થવાને કારણે ભારતના રિટેલ ફુગાવાનો દર નવેમ્બરમાં વધીને 5.55 ટકા થયો હતો. જો કે, તે નવેમ્બર-22ની તુલનાએ 0.1 ટકા ઘટ્યો છે.

નવેમ્બરમાં ખાદ્યચીજોનો કન્ઝ્યુમર ફુડ પ્રાઈસ ઈન્ડેક્સ 1.1 ટકા વધ્યો છે. ઓક્ટોબરમાં રિટેલ મોંઘવારી 4.87 ટકા હતી. જે આરબીઆઈની અપેક્ષા મુજબ હતો. જો કે, નવેમ્બરમાં રિટેલ ફુગાવો આરબીઆઈના નિર્ધારિત લક્ષ્યાંકની નજીક નોંધાયો છે. અર્થશાસ્ત્રીઓ અને આરબીઆઈએ નવેમ્બરમાં રિટેલ ફુગાવો 5.8 ટકા રહેવાનો અંદાજ આપ્યો હતો. જેના કરતાં ઓછો વધારો જોવા મળ્યો છે.

નવેમ્બરમાં ખાસ કરીને ડુંગળીના ભાવોમાં 48 ટકા અને ટામેટાંની કિંમતો 41 ટકા વધી છે. બીજી બાજુ બટાટાના ભાવ 1 ટકા ઘટ્યા છે. અન્ય ખાદ્ય ચીજોમાં ઈંડા 2.8 ટકા, દાળ 1.6 ટકા, ખાંડ 1.2 ટકા અને અનાજમાં 0.9 ટકા મોંઘવારી વધી છે.

શાકભાજી અને ખાદ્ય તેલોના ભાવ 0.4 ટકા અને 0.2 ટકા વધ્યા છે. આ સાથે સીપીઆઈ ફૂડ ઈન્ફ્લેશન ઓક્ટોબરમાં 6.61 ટકા સામે વધી નવેમ્બરમાં 8.70 ટકા નોંધાયો છે. આરબીઆઈની અપેક્ષા કરતાં રિટેલ ફુગાવો ઘટ્યો હોવાથી દેશની મોનેટરી પોલિસીમાં વ્યાજદરોમાં કોઈ ખાસ ફેરફાર થવાની શક્યતા નથી.

બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો

https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)