LIC: રૂ. 949ની ઇશ્યૂ પ્રાઇસ સામે શેર સાવ 593 થઇ ગયો
અફવા કદાચ સાચી પડેઃ કંપની બોનસ- ડિવિડન્ડ આપી શેરધારકોને રિઝવવાની કોશિશ કરશે
અમદાવાદઃ મે માસમાં રૂ. 949ની ઇશ્યૂ પ્રાઇસ સામે સતત નેગેટિવ ઝોનમાં રહ્યા બાદ લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (LIC)નો શેર શુક્રવારે રૂ. 593ના તળિયે બોલાયો હતો. કંપની હવે શેરધારકોને રિઝવવા રૂ. 2200 કરોડનું ફંડ ડિવિડન્ડ અને બોનસ ઇશ્યૂ યોજવા માટે પોલિસી હોલ્ડર્સ ફંડમાંથી ટ્રાન્સફર કરે તેવી હવા બજારમાં ચાલી રહી છે. મે માસમાં લિસ્ટિંગ પછી સતત તૂટી રહેલા આ શેરના કારણે રોકાણકારોની મૂડીમાં એટલેકે કંપનીની માર્કેટકેપમાં 35 ટકા એટલેકે રૂ. 2.23 લાખ કરોડનુ ધોવાણ થઇ ચૂક્યું છે.
કંપની બોનસ અને ડિવિડન્ડ આપવાની યોજના ધરાવે છે તેવી અફવા/ હવાને સત્તાવાર રીતે કોઇ સમર્થન મળ્યું નથી. તેથી જ્યાં સુધી કન્ફર્મેશન મળે નહિં ત્યાં સુધી ઘંટ બાંધવાથી દૂર રહેવાની સલાહ બજાર પંડિતો, નિષ્ણાતો આપી રહ્યા છે.
ઇશ્યૂ પ્રાઇસ | રૂ. 949 |
શુક્રવારે ખુલ્યો | રૂ. 595.45 |
વધી | 597.00 |
ઘટી | 591.20 |
બંધ | 592.95 |
ઘટાડો | રૂ. 2.50 |
ઘટાડો | 0.42 ટકા |
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)