સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મંડળ (SVUM)ની પ્રવૃત્તિઓને વેગવાન અને વ્યાપક બનાવવા 51 અગ્રણીઓની એક્ઝિક્યુટિવ કમિટી રચાશેઃ પરાગ તેજૂરા
સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ પ્રવૃત્તિઓનો વ્યાપ વધારશે | સૌરાષ્ટ્ર કચ્છ વિકાસ સંભાવનાઓ ઉપર સંમેલન બોલાવાશે |
51 વ્યાપારી અને ઉદ્યોગપતિઓની એક્ઝિકયુટીવ કમિટી બનશે | વિકાસના અનેક મુદ્દાઓની અભ્યાસપૂર્ણ રજૂઆતો કરાશે |
આંતરરાષ્ટ્રીય વેપાર મેળાનો વ્યાપ વધારાશે | સેમિનાર થશે- એવોર્ડ્સ અપાશે, જોબ ફેર પણ કરવામાં આવશે. |
વેપાર મેળામાં સ્ટાર્ટઅપ્સ માટે અલગ પેવેલિયન બનશે | SVUM બિઝનેસ નેટવર્કિંગ મીટિંગ્સ દર મહિને યોજાશે |
સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ ની પ્રવૃત્તિઓને વધુ પરિણામલક્ષી, વેગવાન અને વ્યાપક બનાવવાના હેતુથી એક એકાવન વ્યક્તિઓ ની એક્ઝીક્યુટીવ કમિટી બનાવવામાં આવી રહેલ છે. આ કમિટીમાં વેપાર , ઉદ્યોગ, સેવા, અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી ક્ષેત્રના લોકોનો સમાવેશ કરવામાં આવશે. સૌરાષ્ટ્રના વેપાર ઉદ્યોગ અને ખેતીના વિકાસને લગતા અનેક મુદ્દાઓની અભ્યાસપૂર્ણ રજૂઆતો કરવામાં આવશે અને તે માટેના સેમિનાર પણ યોજવામાં આવશે. જેમાં એક્ઝિબિશન સેન્ટર, નારિયેળીના વિકાસ માટેની યોજના, આઇટી પાર્ક, કન્ટેઇનર ડેપો, લઘુ ઉદ્યોગો માટે વસાહતો, સૌરાષ્ટ્ર વોટર ગ્રીડ યોજના, ઇલેક્ટ્રોનિક પાર્ક, ઓટો પ્રોડક્ટ માટે મોટા પ્રોજેક્ટ્સ, હાઈકોર્ટ બેન્ચ, રાજકોટમાં ઈન્ડેક્સબીની ઓફિસ, માઇનિંગ ઉદ્યોગના પ્રશ્નો, ટેક્સટાઇલ – ગારમેન્ટ પાર્ક સહીતના અનેક મુદ્દાઓની ચર્ચાઓ કરી અસરકારક રજૂઆતો કરવામાં આવશે. સૌરાષ્ટ્ર કચ્છ વિકાસ સંભાવનાઓ ઉપર એક વિશાલ સંમેલન પણ બોલાવવામાં આવશે.
કમિટિમાં કોને કોને સ્થાન અપાશે…..
SVUMના પેટ્રોન્સ અથવા એક્ઝિબિટર્સ ના સીઈઓ/ડાયરેક્ટર કે અન્ય ઉચ્ચ હોદ્દો ધરાવતી વ્યક્તિ કમિટીમાં જોડાવા માટે પાત્ર રહેશે. સંસ્થા દ્વારા ઇચ્છુક લોકોને જોડાવા માટે હાર્દિક આમંત્રણ આપવામાં આવેલ છે.
ન્યુઝ લેટર “SVUM 2001થી 2021” પ્રકાશિત કરાશે
સંસ્થાની પ્રવૃતિઓથી વેપાર ઉદ્યોગ જગત અને સમાજ ને માહિતગાર કરવા એક ન્યુઝ લેટર “SVUM 2001થી 2021” પ્રસિદ્ધ કરવામાં આવશે. જેમાં 2001થી 2021 સુધીમાં SVUM દ્વારા સૌરાષ્ટ્ર વેપાર અને ઉદ્યોગો જગતના વિકાસ માટે કરેલા પ્રયાસો ની વિગતોનો સમાવેશ કરવામાં આવશે.
આંતરરાષ્ટ્રીય વેપાર મેળો તા. 16/17/18 ડિસેમ્બરે યોજાશે
સંસ્થા દ્વારા જે આંતરરાષ્ટ્રીય વેપાર મેળો છેલ્લા આઠ વર્ષથી યોજવામાં આવે છે તેની નવમી આવૃત્તિ તારીખ 16/17/18 ડિસેમ્બર 2022ના રોજ યોજાશે. આ શોમાં 200 કંપનીઓના સ્ટોલ અને 200 થી 500 વિદેશી ડેલિગેટ્સને લાવવાનો ટાર્ગેટ નક્કી કર્યો છે. છેલ્લા 7 વર્ષમાં 1000 જેટલા વિદેશી મહેમાનો રાજકોટ આવી ચુક્યા છે. આ મહેમાનોમાં વિદેશના મિનિસ્ટર્સ અને હાઈ કમિશ્નર/એમ્બેસેડરનો સમાવેશ થાય છે. સૌરાષ્ટ્ર અને ગુજરાતના 100 જેટલા વેપારી સંગઠનોને સહયોગી સંગઠન તરીકે જોડાવા પત્ર લખ્યા છે જેમાં અનેક સંગઠનોનો હકારાત્મક પ્રતિભાવ આવેલ છે જેમાં સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ- સુરત, એક્ઝિમ ક્લબ-વડોદરા, જીઆઇડીસી લોધીકા એસોસિએશન, ફેડરેશન ઓફ એસસીએસટી એન્ટરપ્રીનોર્સ, બિઝનેસ ડેવલોપમેન્ટ એન્ડ પ્રમોશન કાઉન્સિલ, પોરબંદર ડીસ્ટ્રીકટ ચેમ્બરનો સમાવેશ થાય છે. આ ટ્રેડ શો દરમ્યાન 10 એવોર્ડ્સ ફોર એક્સસલેન્સ આપવામાં આવશે, એક જોબ ફેરનું આયોજન પણ કરવામાં આવશે. વેપાર ઉદ્યોગને લગતા સેમિનાર પણ વિવિધ તબક્કે યોજવામાં આવશે.
મિશનને સફળ બનાવવા સઘન કરી રહેલા મહારથીઓ
આ મિશનને સફળ બનાવવા સંસ્થાના સ્થાપક ટ્રસ્ટીઓ પરાગ તેજૂરા, પદુભાઇ રાયચુરા-પોરબંદર, સુરેશ તન્ના-જામનગર, ભૂપતભાઇ છાટબાર-રાજકોટ, મહેશ નગદિયા- અમરેલી, ધર્મેન્દ્ર સંઘવી -સુરેન્દ્રનગર તથા પ્રભુદાસભાઈ તન્ના- રાજકોટની આગેવાની હેઠળની કમિટી સક્રિય ભૂમિકા ભજવી રહેલ છે આ કમિટીમાં કેતન વેકરીયા, ઈલિયાસ શેખ, ભાવેશ ઠાકર,મયુર ખોખર, દેવેન પડિયા, દિનેશભાઇ વસાણી, નિશ્ચલ સંઘવી તીર્થ મકાતી વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.