સેલવિન ટ્રેડર્સ બે વર્ષમાં શાહ મેટાકોર્પ લિમિટેડમાં રૂ. 200 મિલિયન રોકશે
અમદાવાદ, 1 એપ્રિલ: સેલવિન ટ્રેડર્સ લિમિટેડે આગામી બે વર્ષમાં શાહ મેટાકોર્પ લિમિટેડમાં લગભગ રૂ. 200 મિલિયન રોકવાનો નિર્ણય લીધો છે. આ વ્યૂહાત્મક રોકાણ કંપનીની લાંબા ગાળાની વિકાસ વ્યૂહરચનાઓ સાથે જોડાયેલું છે અને મેટલ ઉદ્યોગમાં આકર્ષક તકોનો લાભ લેવાનો ઉદ્દેશ ધરાવે છે.
આ રોકાણનો શાહ મેટાકોર્પ લિમિટેડના વિસ્તરણ પહેલને સમર્થન આપવા, ઉત્પાદન ક્ષમતા વધારવા, રિસર્ચ અને ડેવલપમેન્ટ ક્ષમતાઓને મજબૂત બનાવવા તેમજ નવા માર્કેટ સેગમેન્ટને શોધવા માટે ઉપયોગ કરવામાં આવશે. શાહ મેટાકોર્પ લિમિટેડ સાથે ભાગીદારી કરીને અમે સિનર્જીનો લાભ લેવા, ઓપરેશનલ કાર્યક્ષમતા વધારવા તેમજ અમારા શેરધારકો માટે મૂલ્ય સર્જન કરવાનો ઇરાદો ધરાવીએ છીએ.
શાહ મેટાકોર્પ લિમિટેડ મેટલ સેક્ટરમાં મજબૂત ઓપરેશનલ ક્ષમતાઓ, નવીનતમ પ્રોડક્ટ્સ તેમજ ટકાઉ બિઝનેસ પ્રેક્ટિસીસ માટે જાણીતી છે. તેના હિસ્સેદારોને મૂલ્ય પૂરું પાડવાનો મજબૂત ટ્રેક રેકોર્ડ ધરાવતી શાહ મેટાકોર્પ લિમિટેડ અમારી કંપની માટે આકર્ષક રોકાણની તકો પૂરી પાડે છે.
કંપની પ્રેફરન્શિયલ વોરન્ટ્સ ઇશ્યૂથી રૂ. 410 મિલિયનથી વધુનું ફંડ એકત્રિત કરશે
સેલવિન ટ્રેડર્સ લિમિટેડ કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે સેબી આઈસીડીઆર રેગ્યુલેશન્સની જોગવાઈઓ મુજબ ઇશ્યૂ પ્રાઇઝના 25 ટકા મળવા પર પ્રેફરન્શિયલ એલોટમેન્ટના સ્વરૂપે વોરંટ દીઠ રૂ. 12.95ની ઇશ્યૂ પ્રાઇઝ પર કેશમાં વોરટ દીઠ એક ઇક્વિટી શેરને સબ્સ્ક્રાઇબનો અધિકાર ધરાવતા નોન પ્રમોટર કેટેગરીની વ્યક્તિઓને 3,17,80,000 કન્વર્ટિબલ વોરન્ટ્સ ફાળવવાને મંજૂરી આપી દીધી છે. કંપની પ્રેફરન્શિયલ વોરન્ટ્સ ઇશ્યૂથી રૂ. 410 મિલિયનથી વધુ એકત્રિત કરશે.
અગાઉ માર્ચ, 2024ના મહિનામાં કંપનીએ 6 માર્ચ, 2024ના રોજ કંપનીના ઇક્વિટી શેર્સના સ્વરૂપમાં કુલ પેઈડ-અપ શેર કેપિટલના 66.67 ટકા હસ્તગત કરીને/સબ્સ્ક્રાઇબ કરીને પટેલ એન્ડ પટેલ ઇ-કોમર્સ એન્ડ સર્વિસીઝ પ્રાઇવેટ લિમિટેડમાં વ્યૂહાત્મક રોકામ કરવા માટે શેર પરચેઝ અગ્રીમેન્ટ કર્યો હતો. પટેલ એન્ડ પટેલ ઇ-કોમર્સ એન્ડ સર્વિસીઝ પ્રાઇવેટ લિમિટેડ હાલ સોફ્ટવેર ડિઝાઇનિંગ, ડેવલપમેન્ટ, કસ્ટમાઇઝેશન, ઇમ્પ્લિમેન્ટેશન, મેઇન્ટેનન્સ, ટેસ્ટિંગ અને બેન્ચમાર્કિંગ, ડિઝાઇનિંગ, ડેવલપિંગ અને કમ્પ્યૂટર સોફ્ટવેર તથા સોલ્યુશન્સમાં ડીલિંગના વ્યવસાય સાથે સંકળાયેલી છે.
કંપનીએ 7 માર્ચ, 2024ના રોજ યોજાયેલી મીટિંગમાં કંપનીના ઇક્વિટી શેર્સના સ્વરૂપમાં કુલ પેઇડ-અપ શેર કેપિટલના 60 ટકા હસ્તગત/સબ્સ્ક્રાઇબ કરીને મણિભદ્ર એગ્રો પ્રાઇવેટ લિમિટેડમાં વ્યૂહાત્મક રોકામ માટે શેર પરચેઝ અગ્રીમેન્ટ પણ કર્યો છે. મણિભદ્ર એગ્રો પ્રાઇવેટ લિમિટેડ હાલ એગ્રીકલ્ચરના વ્યવસાય સાથે સંકળાયેલી છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)