BSE GAINERS AT A GLANCE

SecurityLTP (₹)Change% Ch.
INTELLECT690.45+114.05+19.79
LLOYDSTEEL38.48+3.54+10.13
GODFRYPHLP2,073.50+164.70+8.63
PRESTIGE590.20+43.55+7.97
NCC148.95+10.45+7.55

અમદાવાદ, 28 જુલાઇઃ યૂએસમાં આર્થિક ડેટા મજબૂત આવી રહ્યા છે અને તેને કારણે વ્યાજદર ચિંતા ફરી વધતાં આજે ભારતીય શેરબજારોમાં ઘટાડાની ચાલ આગળ વધતી જોવા મળી હતી. જેના કારણે સેન્સેક્સ 107 પોઇન્ટ ઘટવા સાથે નિફ્ટીએ પણ 19700 પોઇન્ટની સપાટી ગુમાવી હતી. આજે ખાસ કરીને ગઇકાલે સુધરેલા બેન્ક અને આઈટી શેરોમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું. જાપાનની સેન્ટ્રલ બેન્કે રેટ યથાવત જાળવી રાખ્યા બાદ એશિયાઈ બજારોમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું.

BSE LOSERS AT A GLANCE

SecurityLTP (₹)Change% Change
JINDALSAW325.75-45.35-12.22
SUPREMEIND3,362.60-284.05-7.79
JKLAKSHMI618.45-49.65-7.43
RAILTEL157.75-10.25-6.10
LGBBROSLTD1,052.15-67.35-6.02

BSE સેન્સેક્સ  66,351.22 અને 65,878.65 પોઈન્ટ્સની રેન્જમાં ટ્રેડ થયા બાદ 106.62 પોઈન્ટ્સ ઘટીને 66160.20 પોઈન્ટ્સ સપાટીએ બંધ રહ્યો હતો નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 19,695.90 અને 19,563.10 પોઈન્ટ્સની સપાટી વચ્ચે અથડાયા બાદ 13.85 પોઈન્ટ્સના ઘટાડા સાથે 19646.05 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો.

વિવિધ સેક્ટોરલ્સ પૈકી બેન્ક, ફાઈનાન્શિયલ, આઈટી, ઓઈલ-ગેસ, ટેલીકોમ અને ટેકનો સેક્ટર્સમાં વેચવાલી જોવા મળી હતી જ્યારે પાવર, મેટલ, રિયલ્ટી, ફાર્મા, એફએમસીજી અને કેપિટલ ગૂડ્ઝમાં લેવાલી રહી હતી. BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 0.55 ટકા ઘટીને અને 0.49 ટકા વધીને બંધ રહ્યા હતા.