sensexમાં ઓલટાઇમ હાઇથી 3 દિવસમાં 2616નું કરેક્શન, નિફ્ટીએ 22000ની સપાટી ગુમાવી
Date | Open | High | Low | Close |
8/4/24 | 74555.44 | 74869.30 | 74410.07 | 74742.50 |
9/4/24 | 75124.28 | 75124.28 | 74603.37 | 74683.70 |
10/4/24 | 74953.96 | 75105.14 | 74807.55 | 75038.15 |
12/4/24 | 74889.64 | 74951.88 | 74189.31 | 74244.90 |
15/4/24 | 73315.16 | 73905.80 | 73315.16 | 73399.78 |
16/4/24 | 72892.14 | 73135.43 | 72685.03 | 72943.68 |
18/4/24 | 73183.10 | 73473.05 | 72365.67 | 72488.99 |
અમદાવાદ, 18 એપ્રિલઃ સેન્સેક્સે તા. 10 એપ્રિલે 75000 પોઇન્ટની સપાટી હાંસલ કરી ત્યારે તેજીવાળાઓ ફુલ ફોર્માં હતા. પરંતુ અચાનક બદલાયેલા જિયો-પોલિટિકલ સમીકરણો તેમજ ઇન્ટરનેશનલ બજારમાં શરૂ થયેલી ઘટાડાની ચાલના પ્રત્યાઘાત ભારતીય શેરબજારોમાં પણ જોવા મળ્યા છે. તેના કારણે છેલ્લા 3 દિવસમાં સેન્સેક્સ ઓલટાઇમ હાઇ સપાટીથી 2616 પોઇન્ટનું કરેક્શન નોંધાવીને 72500 પોઇન્ટની સપાટી ગુમાવી ચૂક્યો છે. જ્યારે નિફ્ટી 22000 પોઇન્ટની સાયકોલોજિકલ તેમજ ટેકનિકલી મહત્વની ટેકાની સપાટી પણ ગુમાવી છે. સતત ત્રીજા દિવસે પણ બજારો બંધ રહ્યા તે પૂર્વે ઇન્ટ્રા-ડે ટ્રેડ દરમિયાન હેવી વોલેટિલિટી વચ્ચે સેન્સેક્સે એક તબક્કે 73473 પોઇન્ટની સપાટી હાંસલ કરી હતી. પરંતુ સેકન્ડ હાફમાં શરૂ થયેલા બાસ્કેટ સેલિંગના પ્રેશરના કારણે વધ્યા મથાળેથી સેન્સેક્સે 984 પોઇન્ટનો જંગી ઘટાડો નોંધાવ્યો છે. જોકે આગલાં બંધની સરખામણીમાં 455 પોઇન્ટ ઘટ્યો છે. બંધ સમયે, સેન્સેક્સ 454.69 પોઈન્ટ્સ અથવા 0.62 ટકા ઘટીને 72,488.99 પર અને નિફ્ટી 152.05 પોઈન્ટ્સ અથવા 0.69 ટકા ઘટીને 21,995.85 પર હતો. નિફ્ટી 152 પોઇન્ટ તૂટી 21996 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ બેઝ્ડ સૌથી વધુ નુકસાન કરનારાઓમાં એપોલો હોસ્પિટલ્સ, નેસ્લે ઈન્ડિયા, ઓએનજીસી, અદાણી એન્ટરપ્રાઈઝ અને ટાઈટન કંપનીનો સમાવેશ થાય છે, જ્યારે લાભાર્થીઓમાં ભારતી એરટેલ, પાવર ગ્રીડ કોર્પોરેશન, હિન્દાલ્કો ઈન્ડસ્ટ્રીઝ, બજાજ ઓટો અને એલટીઆઈએમઇન્ડટ્રીનો સમાવેશ થાય છે.
ટેલિકોમ અને મીડિયા સિવાય અન્ય તમામ ક્ષેત્રીય સૂચકાંકો લાલ નિશાનમાં હતા.
ટેકનિકલી નિફ્ટી માટે પુલબેકની શક્યતા
નિફ્ટીની ઇન્ટ્રા-ડે એક્ટિવિટી એક નજરે
વિગત | ખૂલ્યો | વધી | ઘટી | બંધ | ઘટાડો |
નિફ્ટી-50 | 22212 | 22326 | 21961 | 21996 | -152 |
ટેકનિકલી નિફ્ટી માટે 22,150-22,200 આસપાસ મેજર રેઝિસ્ટન્સ સપાટી જોવા મળી શકે છે. ત્યારબાદ 22,300ના લેવલ્સ ધ્યાનમાં રાખવા. માર્કેટનો અંડરટોન ચોક્કસપણે મંદીવાળાઓની ફેવર કરે છે. બેંક નિફ્ટીમાં પણ તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો અને તેણે અગાઉના ઉછાળાના 61.82% ફિબોનાકી રીટ્રેસમેન્ટ લેવલ (47061)નું પરીક્ષણ કર્યું હતું. 47100 – 47000 ઝોનની આસપાસ કરેક્શન અટકી જવાની અપેક્ષા અને આગામી થોડા ટ્રેડિંગ સત્રો દરમિયાન પુલબેક જોવા મળે તેવી શક્યતા નકારી શકાય નહિં.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)