અમદાવાદ, 14 જૂનઃ BSE સેન્સેક્સ 63,274.03 અને 63,013.51 પોઈન્ટ્સની રેન્જમાં ટ્રેડ થયા બાદ 85.35 પોઈન્ટ્સ વધીને 63228.51 પોઈન્ટ્સ બંધ રહ્યો હતો નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 18,769.70 અને 18,690.00 પોઈન્ટ્સની સપાટી વચ્ચે અથડાયા બાદ 39.75 પોઈન્ટ્સના સુધારા સાથે 18755.90 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો. વિવિધ સેક્ટોરલ્સ પૈકી મેટલ, એનર્જી, પાવર, ઓટો, એફએમસીજી અને ઓઈલ-ગેસ શેરોમાં ભારે લેવાલી જોવા મળી હતી જ્યારે આઈટી, ટેકનો, બેન્ક, ફાઈનાન્શિયલ શેરોમાં વેચવાલી જોવા મળી હતી. BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 0.20 ટકા અને 0.42 ટકા વધીને બંધ રહ્યા હતા.

યુએસ FOMC મીટિંગ પહેલાં રોકાણકારો સાવચેત રહેવા સાથે ભારતીય શેરબજારોમાં સાવચેતીનો સૂર રહ્યો હતો. નિફ્ટી નજીવો ઊંચો બંધ રહ્યો હતો કારણ કે ખાનગી ક્ષેત્રની બેન્કિંગ સ્પેસમાં કેટલાક પ્રોફિટ બુકિંગને કારણે બેન્ક નિફ્ટી નજીવા લાલ નિશાનમાં સમાપ્ત થઈ હતી. બપોરના સત્રમાં, ભારતના WPI એ જથ્થાબંધ ભાવમાં તીવ્ર ઘટાડો દર્શાવ્યો હતો, જે દર્શાવે છે કે RBI ના પ્રયત્નો પરિણામ આપી રહ્યા છે. સેક્ટોરલ મોરચે, નિફ્ટી મેટલ 1.4%થી વધુ વધીને અને તેલ અને ગેસ પેક 0.9% વધ્યો, જ્યારે IT ઇન્ડેક્સ 0.2% ઘટ્યો. ટેકનિકલ મોરચે, નિફ્ટીએ ગેપ અપ ખોલ્યો અને ત્યારબાદ વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું. 18,700નું સ્તર ઇન્ડેક્સ માટે સારા સમર્થન તરીકે કામ કરે છે અને બીજી બાજુ, 18,800 અને 18,900 એ તાત્કાલિક પ્રતિકાર છે.

યૂએસ ફેડના આજના નિર્ણય બાદ બજારોની ચોક્કસ દિશા નક્કી થાય તેવી સંભાવના છે. આજે મેટલ શેરોની આગેવાનીમાં શેરબજારમાં તેજી જોવા મળી હતી. દેશમાં મે મહીનામાં જથ્થાબંધ ભાવાંક આધારિત મોંઘવારીનો દર પણ ત્રણ વર્ષની નીચી સપાટીએ આવી ગયો હોવાથી રોકાણકારોએ રાહતનો શ્વાસ લીધો હતો. મે મહિનામાં WPIમાં 3.48 ટકાનો નેગેટિવ ગ્રોથ જોવા મળ્યો હતો.