અમદાવાદ, 4 મેઃ એચડીએફસી સહિતની નાણાકીય સંસ્થાઓના પરીણામો પ્રોત્સાહક રહેવાના પગલે આજે બેન્કિંગ અને ફાઇનાન્સ સેક્ટરના શેર્સમાં સંગીન સુધારાની ચાલ રહી હતી. ફાઇનાન્સિયલ સર્વિસ ઇન્ડેક્સ 127.50 પોઇન્ટના સુધારા સાથે 9121.689 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે બેન્કિંગ ઇન્ડેક્સ 423.21 પોઇન્ટના ઉછાળા સાથે 49396.39 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. ઓવરઓલ માર્કેટ સેન્ટિમેન્ટ વેલ્યૂ બાઇંગથી એગ્રેસિવ બાઇંગનું બનવા સાથે ઇન્ટ્રા-ડે ટ્રેડ દરમિયાન BSE સેન્સેક્સ 61,797.91 અને 61,119.56 પોઈન્ટ્સની રેન્જમાં રહ્યા બાદ 555.95 પોઈન્ટ્સ ઉછળીને 61749.25 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 18,267.45 અને 18,066.70 પોઈન્ટ્સ વચ્ચે રમી છેલ્લે 165.95 પોઈન્ટ્સના ઉછાળા સાથે 18255.80 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો. આજે શેરબજારમાં સાર્વત્રિક લેવાલી જોવા મળી હતી. આજે એક માત્ર એફએમસીજી શેરોને બાદ કરતાં બીએસઈમાં તમામ સેક્ટોરલ ઈન્ડાઈસિસ ગ્રીન ઝોનમાં બંધ રહ્યા હતા.BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 0.82 ટકા અને 0.83 ટકા વધીને બંધ રહ્યા હતા.

ઘરઆંગણે કંપનીઓના સારા પરિણામ અને ગ્રોથના આશાવાદ સાથે ઘરેલુ શેરબજારમાં ગુરુવારે 556 પોઈન્ટ્સનો મોટો ઉછાળો જોવા મળ્યો હતો. ડોલર નરમ પડ્યો હોવાથી આજે મેટલ શેરોમાં આકર્ષણ જોવા મળ્યું હતું.

માર્કેટબ્રેડ્થ પોઝિટિવ, સેન્ટિમેન્ટ વેલ્યૂ બાઇંગથી એગ્રેસિવ બાઇંગનું બન્યું

વિગતકુલસુધર્યાઘટ્યા
બીએસઇ364022441278
સેન્સેક્સ30228