અમદાવાદ, 4 મેઃ મર્ચન્ટ ફર્સ્ટ ચેકઆઉટ નેટવર્ક સિમ્પલે ઝડપથી વિકસતા સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને સશક્ત કરવા અને સમગ્ર દેશના ગ્રાહકોની વિકસતી જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે આગામી 3 વર્ષમાં ગુજરાતમાંથી 2,000થી વધુ ડાયરેક્ટ-ટુ-કસ્ટમર (D2C) વેપારીઓને ઓનબોર્ડ કરવાની તેની યોજનાની જાહેરાત કરી છે. ગુજરાત દેશમાં D2C વેપારીઓ સહિત સૌથી ઝડપથી વિકસતા સ્ટાર્ટઅપ બેઝ પૈકીનો એક બેઝ ધરાવે છે અને SIMPLનો ઉદ્દેશ તેના અત્યાધુનિક ચેકઆઉટ નેટવર્ક દ્વારા તેમને ટેકો આપવાનો છે જેમાં તેમની વૃદ્ધિને ઝડપી બનાવવા માટે તેની ઇન્ડસ્ટ્રી-ફર્સ્ટ 1-ટેપ પેમેન્ટનો સમાવેશ થાય છે.

SIMPLના સહ-સ્થાપક અને સીઇઓ નિત્યા શર્માએ જણાવ્યું કે, અમે હવે અમારા પ્લેટફોર્મને ગુજરાત જેવા રાજ્યોમાં D2C બ્રાન્ડના મોટા સમૂહ સુધી આક્રમક રીતે વિસ્તરણ કરવા માટે વિચારી રહ્યા છીએ જે દેશમાં સૌથી ઝડપથી વિકસતા સ્ટાર્ટઅપ બેઝમાંનું એક છે. અમે આગામી 3 વર્ષમાં રાજ્યમાંથી 2,000 થી વધુ સ્ટાર્ટઅપ્સને તેમના ગ્રાહકોને સરળ ઈ-કોમર્સ અનુભવ પ્રદાન કરવા માટે યોગ્ય તકનીકી ઉકેલોથી સજ્જ કરવા માટે જોઈ રહ્યા છીએ. તેમણે IIM-અમદાવાદના સહયોગથી 4 મે 2023ના રોજ CIIE કેમ્પસ ખાતે આયોજિત આપણું ગુજરાતશીર્ષકની તેની કમ્યૂનિટી ઈવેન્ટ D2C Unlockedના 9મા ચેપ્ટરના ઉપક્રમે આ વાત રજૂ કરી હતી.

સમગ્ર દેશમાંથી મર્ચન્ટ ઓનબોર્ડિંગને વેગ આપવા માટે SIMPLના વિશાળ વિઝનનો આ એક ભાગ છે. હાલમાં 26,000થી વધુ વેપારીઓ SIMPLનો ઉપયોગ સમગ્ર દેશમાં લાખો ગ્રાહકોને સરળ ચેકઆઉટ અનુભવ પ્રદાન કરવા માટે કરે છે.

‘આપણું ગુજરાત’ ઈવેન્ટમાં અનેક D2C બ્રાન્ડ્સ અને ઝડપથી વિકસતી ઇનરવેર બ્રાન્ડ બમરના સહ-સ્થાપક સુલય લાવસી, ઓનલાઈન જ્વેલરી રિટેલર મોર્તંત્રના સ્થાપક શૈલી સખપરા, સેમ્પલિંગ પ્રોડક્ટ્સ પ્રોવાઈડર સ્મિટનના સહસ્થાપક સિદ્ધાર્થ નાંગિયા સહિતના વેપારીઓની હાજરી જોવા મળી હતી જ્યાં તેઓએ ગ્રાહક સંપાદન અને બજાર સંશોધન વ્યૂહરચનાઓની આસપાસના ઉભરતા ટ્રેન્ડ્સ અને પડકારોની ચર્ચા કરી.

ઇવેન્ટમાં D2C સ્થાપકોને SIMPLના બૂસ્ટર પેકેજ વિશે પણ માહિતી આપવામાં આવી હતી જે તેના કમ્યૂનિટી પાર્ટનર્સને તેમની વ્યવસાયિક જરૂરિયાતોને ટેકો પૂરો પાડવા માટે ક્રેડિટ, માર્કેટિંગ અને કાનૂની સેવાઓ અને બીજી અનેક એક્સક્લુઝિવ એક્સેસ સહિત અનેકવિધ સર્વિસીઝ પૂરી પાડે છે. આ પહેલનો હેતુ D2C વેપારીઓની વિશ્વસનીય ઇકોસિસ્ટમ બનાવવાનો છે જે તેમના ગ્રાહકોને ઉચ્ચ-ગુણવત્તાવાળા ઉત્પાદનો અને સીમલેસ ચુકવણીનો અનુભવ પ્રદાન કરે છે.

ભારતમાં D2C સેક્ટરમાં તાજેતરના વર્ષોમાં પ્રચંડ વૃદ્ધિ જોવા મળી છે, જેમાં ગ્રાહકો વધુને વધુ ઓનલાઈન શોપિંગ તરફ વળ્યા છે અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉદય થયો છે. મોર્ડો ઇન્ટેલિજન્સ રિપોર્ટ અનુસાર D2C ઉદ્યોગ 2022-2027 દરમિયાન 34.5 ટકાના CAGR પર વૃદ્ધિ પામવાની ધારણા છે. આ D2C વેપારીઓ માટે એક વિશાળ તકના દ્વાર ખોલે છે અને તેથી ક્રેડિટ એક્સેસ, ડિસ્કવરેબિલિટી અને સરળ પેમેન્ટ્સ સહિત અનેકવિધ બાબતોમાં તેમને ટેકો આપવો જરૂરી બની જાય છે અને SIMPL આ પરિવર્તન લાવવા માટે અગ્રીમ ભૂમિકા ભજવવા માંગે છે.