સળંગ છ દિવસથી ઐતિહાસિક ટોચે બિરાજી રહેલા સેન્સેક્સ- નિફ્ટી, BSE Mcap પણ રૂ. 289.88 લાખ કરોડની નવી ઊંચાઇએ
4 સેક્ટોરલ્સ ઐતિહાસિક ટોચે, ફાઇનાન્સ ઇન્ડેક્સ વર્ષની ટોચે
156 સ્ક્રીપ્સ પહોંચી વર્ષની ટોચ, 24માં જોવાઇ વર્ષની બોટમ
ટીસીએસ, ટેક મહિન્દ્રા, વિપ્રો, ઇન્ફીમાં જોવાઇ રાહતની રેલી
અમદાવાદઃ ભારતીય શેરબજારો તેજીના તાલે ઝૂમી રહ્યા છે. ડિસેમ્બર માસની શરૂઆત તેજીના ટોન સાથે થઇ રહી છે. સેન્સેક્સ અને નિફ્ટી છેલ્લે છ દિવસથી નવી રેકોર્ડ સપાટીઓ નોંધાવી રહ્યા છે. તેની સાથે સાથે એનર્જી, એફએમસીજી, બેન્કેક્સ, કેપિટલ ગુડ્સ અને ઓઇલ ઇન્ડેક્સે પણ ઐતિહાસિક ટોચ નોંધાવી છે. જોકે, બંધ સમયે સાધારણ નેગેટિવ રહ્યા છે. જ્યારે ફાઇનાન્સ ઇન્ડેક્સ વર્ષની ટોચે રહ્યો છે. બીએસઇ માર્કેટકેપ પણ તેની રૂ. 290 લાખ કરોડની સર્વોચ્ચ સપાટીએ બિરાજી રહ્યું છે.
ઐતિહાસિક ટોચે પહોંચેલા સેક્ટોરલ્સ
સેક્ટોરલ | ટોચ | બંધ | +/-% |
Energy | 9058.39 | 9010.08 | -0.55 |
Fmcg | 16593.77 | 16495.91 | -0.18 |
CG | 34192.81 | 34137.28 | +0.86 |
Oil | 20711.84 | 20474.70 | -0.66 |
વર્ષની ટોચે પહોંચેલા સેક્ટોરલ્સ
સેક્ટોરલ | ટોચ | બંધ | +/-% |
Finance | 9099.62 | 9061.40 | +0.16 |
સેન્સેક્સ આજે વધુ 184.54 પોઇન્ટના સુધારા સાથે 63284.19 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો તે પૂર્વે ઇન્ટ્રા-ડે ટ્રેડ દરમિયાન 63357.99 પોઇન્ટની સર્વોચ્ચ સપાટીએ આંબી ગયો હતો. તેજ રીતે નિફ્ટી-50 પણ ઇન્ટ્રા-ડે 18887.60 પોઇન્ટની નવી ઊંચાઇએ આંબી ગયા બાદ છેલ્લે 54.15 પોઇન્ટના સુધારા સાથે 18812.15 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.
IT- ટેકનોલોજી, ફાર્મા- FMCG શેર્સમાં સુધારાનો સળવળાટ
નોંધપાત્ર બાબત એ જોવા મળી છે કે, ખાસ્સા સમયથી આઇટી- ટેકનોલોજી તેમજ ફાર્મા- એફએમસીજી સેક્ટરના શેર્સમાં નરમાઇની ચાલ હતી. તેમાં બે દિવસથી રાહતની રેલી શરૂ થઇ રહી હોવાથી નિષ્ણાતો આ સેક્ટર્સ ઉપર સ્ટોપલોસ સાથે વોચ રાખવાની ખાસ સલાહ આપી રહ્યા છે.
માર્કેટબ્રેડ્થ અને માર્કેટ સેન્ટિમેન્ટ બન્ને પોઝિટિવ
વિગત | કુલ | સુધર્યા | ઘટ્યા |
સેન્સેક્સ | 30 | 16 | 14 |
બીએસઇ | 3636 | 2033 | 1463 |
રિલાયન્સમાં હળવું પ્રોફીટ બુકિંગ ભાવ 0.35 ટકા ઘટ્યો
માર્કેટ લિડર રિલાયન્સ છેલ્લા ચાર દિવસથી સુધારામાં લિડર બની રહ્યો હતો. પરંતુ આજે એક તબક્કે વધી 2754.70 થયા બાદ શરૂ થયેલા પ્રોફીટ બુકીંગના કારણે છેલ્લે રૂ. 9.45 એટલેકે 0.35 ટકાના ઘટાડા સાથે રૂ. 2722.95 બંધ રહ્યો હતો. ટેકનિકલ નિષ્ણાતો રૂ. 2700ની રોક બોટમ ગણાવી રહ્યા છે.
સળંગ છ દિવસથી નવી ઊંચાઇએ આંબી રહેલો સેન્સેક્સ
Date | Open | High | Low | Close |
21/11/2022 | 61,456.33 | 61,456.33 | 61,059.33 | 61,144.84 |
22/11/2022 | 61,126.56 | 61,466.63 | 61,073.68 | 61,418.96 |
23/11/2022 | 61,779.71 | 61,780.90 | 61,442.69 | 61,510.58 |
24/11/2022 | 61,656.00 | 62,412.33 | 61,600.42 | 62,272.68 |
25/11/2022 | 62,327.88 | 62,447.73 | 62,115.66 | 62,293.64 |
28/11/2022 | 62,016.35 | 62,701.40 | 61,959.74 | 62,504.80 |
29/11/2022 | 62,362.08 | 62,887.40 | 62,362.08 | 62,681.84 |
30/11/2022 | 62,743.47 | 63,303.01 | 62,648.38 | 63,099.65 |
1/12/2022 | 63357.9 | 63583.07 | 63183.77 | 63284.19 |