અમદાવાદ, 5 એપ્રિલઃ ભારતીય શેરબજારોમાં નવા નાણાકીય વર્ષનો પ્રારંભ સુધારાના ટોન સાથે થયો છે. એટલું જ નહિં, છેલ્લા ચાર દિવસમાં સેન્સેક્સે 2075 પોઇન્ટની રાહત રેલી પણ નોંધાવી છે. સાથે સાથે 50500 પોઇન્ટની મહત્વની પ્રતિકારક સપાટી પણ ક્રોસ કરી છે. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી-50 પણ 17555.05 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો છે. જે દર્શાવે છે કે, ટેકનિકલી નિફ્ટીએ 17500 પોઇન્ટની મહત્વની રેઝિસ્ટન્સ ક્રોસ કરી લીધી છે. હવે આગળ શોર્ટટર્મ રેલી માટે નિફ્ટી માટે 17800, 17852, 17892, 17902, 17976, 18000 મહત્વની રેઝિસ્ટન્સ સપાટીઓ સાબિત થઇ શકે તેવું ટેકનિકલ નિષ્ણાતોનું માનવું છે.

SENSEXની છેલ્લા ચાર દિવસની ચાલ એક નજરે

DateOpenHighLowClose
28/03/202357,751.5057,949.4557,494.9157,613.72
29/03/202357,572.0858,124.2057,524.3257,960.09
31/03/202358,273.8659,068.4758,273.8658,991.52
3/04/202359,131.1659,204.8258,793.0859,106.44
5/04/202359,094.7159,747.1259,094.4059,689.31

સેન્સેક્સે સતત ચોથા દિવસે પણ જાળવી સુધારાની ચાલ

બુધવારે BSE સેન્સેક્સ 59,728.53 અને 59,094.40 પોઈન્ટ્સની રેન્જમાં ટ્રેડ થયા બાદ 582.87 પોઈન્ટ્સ ઉછળીને 59,689.31 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો જ્યારે નિફ્ટી પણ 17,568.35 અને 17,402.70 પોઈન્ટ્સની સપાટી વચ્ચે રમી 159.00 પોઈન્ટ્સના ઉછાળા સાથે 17,557.05 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો.

માર્કેટબ્રેડ્થ અને અંડરટોન બન્ને બન્યા પોઝિટિવ

વિગતકુલસુધર્યાઘટ્યા
સેન્સેક્સ30228
બીએસઇ36542556992

વિન્ડફોલ ટેક્સ નાબૂદ, પરંતુ ઓએનજીસીમાં સુધારો ધોવાયો

ઓઈલ એન્ડ ગેસ કંપનીઓના સુપર-નેચરલ નફાને મર્યાદિત કરવા માટે સ્થાનિક ક્રૂડ ઓઇલ ઉત્પાદકો પર લાદવામાં આવેલો વિન્ડફોલ ટેક્સ દૂર કરવામાં આવ્યો છે. તે અહેવાલોના પગલે ઓએનજીસીનો શેર આજે ઇન્ટ્રા-ડે રૂ. 157.10ની સપાટીએ પહોંચ્યા બાદ પાછળથી સુધારો ધોવાઇ જતાં 75 પૈસાની નરમાઇ સાથે રૂ. 152.90ની સપાટીએ બંધ રહ્યો હતો.

બ્રિટાનિયાએ રૂ. 1ના શેરદીઠ રૂ. 72 (7200 ટકા) ડિવિડન્ડ જાહેર કર્યું

Britannia ઈન્ડસ્ટ્રીઝે 2022-23 માટે એક રૂપિયાની ફેસ વેલ્યૂ પર ₹72નું ડિવિડન્ડ આપવાનો નિર્ણય કર્યો છે. Britannia ઈન્ડસ્ટ્રીઝ માટે રેકોર્ડ ડેટ 13 એપ્રિલ નિર્ધારિત કરવામાં આવી છે. જૂન 2022 બાદ બ્રિટાનિયા ઈન્ડસ્ટ્રીઝનું આ પ્રથમ ડિવિડન્ડ છે. આ અગાઉ બ્રિટાનિયા ઈન્ડસ્ટ્રીઝે શેરદીઠ ₹56 નું ડિવિડન્ડ આપ્યું હતું. જાહેરાતના પગલે શેર ઇન્ટ્રા-ડે 4359.10 થયા બાદ છેલ્લે 7.80ના સુધારા સાથે રૂ. 4328.25ની સપાટીએ બંધ રહ્યો હતો.

આઇટીસીના શેરમાં 18 ટકા વૃદ્ધિનો આશાવાદઃ શેરખાન

આઈટીસી(ITC)ના સ્ટોક પર ડોમેસ્ટિક બ્રોકરેજ શેરખાને સ્ટોક ખરીદવા(Stock Buy)નું રેટિંગ જાળવી રાખ્યું છે. બ્રોકરેજ કંપનીનું એવું માનવું છે કે, આગામી સમયમાં આઈટીસી સ્ટોકમાં18%ની અપસાઈડ જોવા મળી શકે છે. બ્રોકરેજે સ્ટોક માટે 450 રૂપિયાની ટાર્ગેટ પ્રાઈસ નિર્ધારિત કરી છે. આજે શેર 1.93 ટકા (રૂ. 7.30)ના ઉછાળા સાથે રૂ. 386.25ની સપાટીએ બંધ રહ્યો હતો.

નિફ્ટી-50 માર્ચ-24 સુધીમાં 20000 થશેઃ ગોલ્ડમેન શાસ

અમેરિકન મલ્ટીનેશનલ ઇન્વેસ્ટમેન્ટ બેન્ક ગોલ્ડમેન શાસનો અંદાજ છે કે નિફ્ટી 50 (NSE Nifty) આગામી એક વર્ષમાં એટલે કે માર્ચ 2024 સુધીમાં 20,000 પોઇન્ટના સ્તરે પહોંચી શકે છે.