જૂલાઇની 1692 પોઇન્ટના સુધારા સાથે વિદાય કેલેન્ડર 2023ના 7 માસમાં સેન્સેક્સ 6978 ઉછળ્યો
છેલ્લા સાત માસની સેન્સેક્સની ચાલ એક નજરે
Month | Open | High | Low | Close |
Jan 23 | 60871 | 61344 | 58699 | 59550 |
Feb 23 | 60001 | 61682 | 58796 | 58962 |
Mar 23 | 59136 | 60498 | 57084.91 | 58992 |
Apr 23 | 59131 | 61209. | 58793 | 61112 |
May 23 | 61302 | 63036 | 61002 | 62622 |
Jun 23 | 62736 | 64769 | 62359 | 64719 |
Jul 23 | 64836 | 67619 | 64836 | 66528 |
અમદાવાદ 31 જુલાઇઃ ચોમાસામાં સાર્વત્રિક વરસાદની જમાવટની જેમજ જુલાઇ મહિનો સેન્સેક્સ- નિફ્ટી બેન્કિંગ સ્મોલકેપ- મિડકેપ્સ સહિતના સેક્ટર્સમાં સુધારાની જમાવટથી ભરપૂર રહ્યો છે. જુલાઇમાં 67619.17 પોઇન્ટની ઓલટાઇમ હાઇ સપાટીએ પહોંચેલો સેન્સેકસ જુલાઇ અંતે એટલેકે એક માસમાં 1692 પોઇન્ટ સુધર્યો છે. એટલુંજ નહિં કેલેન્ડર વર્ષ 2023ની શરૂઆતથી અત્યારસુધીમાં સેન્સેક્સે 6978 પોઇન્ટનો ધરખમ સુધારો નોંધાવ્યો છે. માર્કેટ સેન્ટિમેન્ટની વાત કરીએ તો ચાલુ કેલેન્ડર વર્ષના સાતમાંથી પ્રથમ ત્રણ માસમાં નેગેટિવ દેખાવ નોંધાવ્યા બાદ સેન્સેક્સે છેલ્લા ચાર માસમાં પોઝિટિવ ટ્રેન્ડ નોંધાવ્યો છે. એટલુંજ નહિં ચાર માસમાં 7536 પોઇન્ટનો સંગીન સુધારો નોંધાવ્યો છે.
સેન્સેક્સ 367 પોઈન્ટ બાઉન્સબેક નિફ્ટી 19750ની ઉપર બંધ
સોમવારે સાર્વત્રિક લેવાલીથી આઈટી ટેકનો રિયલ્ટી મેટલ અને પાવર શેરોમાં ભારે લેવાલી રહેવા સાથે બીએસઈ સેન્સેક્સ 367 પોઈન્ટ્સ વધ્યો હતો. નિફ્ટી 19750ની ઉપર બંધ રહ્યો હતો. જ્યારે મિડકેપ અને સ્મોલકેપમાં આકર્ષણ જોવા મળ્યું હતું. સેન્સેક્સ ઉપરમાં 66598.42 અને નીચામાં 65998.90 પોઈન્ટ્સની રેન્જમાં ટ્રેડ થયા બાદ 367.47 પોઈન્ટ્સ અથવા 0.56 ટકા વધીને 66527.67 પોઈન્ટ્સ સપાટીએ બંધ રહ્યો હતો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ ઉપરમાં 19772.75 અને નીચામાં 19597.60 પોઈન્ટ્સની સપાટી વચ્ચે અથડાયા બાદ 107.75 પોઈન્ટ્સ અથવા 0.55 ટકાના ઉછાળા સાથે 19753.80 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો. વિવિધ સેક્ટોરલ્સની વાત કરીએ તો પાવર રિયલ્ટી મેટલ ઓઈલ-ગેસ ઓટો આઈટી ટેકનો બેન્ક અને ફાઈનાન્શિયલ સેક્ટર્સમાં સુધારો જ્યારે એક માત્ર એફએમસીજીમાં ઘટાડાની ચાલ રહી હતી. BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 0.90 ટકા અને 1.39 ટકા વધીને બંધ રહ્યા હતા.
For Immediate Release |