અમદાવાદ, 6 ડિસેમ્બરઃ SIDBI એ 1-5 ડિસેમ્બર, 2023 દરમિયાન અમદાવાદ હાટ, વસ્ત્રાપુર ખાતે સ્વાવલંબન મેળાનું આયોજન કર્યું હતું. મેળામાં, મોટી સંખ્યામાં મહિલા ઉદ્યમીઓ સહિત 146 કારીગરો/સૂક્ષ્મ સાહસિકોએ તેમના ઉત્પાદનોનું પ્રદર્શન અને વેચાણ કર્યું હતું. જેમાં મહિલા ઉદ્યમીઓની સંખ્યા નોંધપાત્ર 92ની રહી હતી. હસ્તકલાના સંદર્ભમાં સહભાગીઓમાં ઘણી વિવિધતા હતી અને કારીગરોને SIDBI દ્વારા વિનામૂલ્યે સ્ટોલ અને ભોજન પૂરું પાડવામાં આવ્યું હતું.

આ ઉપરાંત, તેઓને સત્રો, સેમિનાર અને વન-ટુ-વન ક્રિયા-પ્રતિક્રિયા દ્વારા નાણાકીય સાક્ષરતા, સરકારી યોજનાઓ, બેંક લોન યોજનાઓ, ડિઝાઇન અને ઇ-કોમર્સ પર ઇનપુટ આપવામાં આવ્યા હતા. સીડબીના સીએમડી સુદત્ત મંડલે જણાવ્યું કે, સીડબી દ્વારા પ્રાદેશિક ધોરણે દરેક રાજ્યમાં વર્ષ દરિમિયન આવા બે કાર્યક્રમો યોજીની કારીગરો અને નાના ઉદ્યમીઓને પ્રોત્સાહન, લોન સહાય, પ્રમોશન, ઓનલાઇન વેચાણ સહિતની સંખ્યાબંધ સેવાઓ પૂકરી પાડવામાં આવે છે. સીડબી અમદાવાદ સેક્ટર આગામી ટૂંક સમયમાં રાજ્યના અન્ય શહેરોમાં પણ આવા કાર્યક્રમો યોજવા અંગે વિચારણા કરી રહી હોવાનું તેમણે જણાવ્યું હતું.

સીડબી પ્રાદેશિક લેવલે આવા કાર્યક્રમો યોજે છે તેમાં અમદાવાદ હાટ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં અન્ય રાજ્યો જેવાં કે બિહાર, કાશ્મીર, ઓરિસ્સા, મહારાષ્ટ્રમાંથી પણ ઉદ્યમીઓએ ભાગ લીધો હતો.

5મી ડિસેમ્બર 2023ના રોજ સમાપન સમારોહ યોજાયો હતો. જેમાં પાંચ પસંદગીના કારીગરોને SIDBIના DMD સુદત્ત મંડલ દ્વારા પુરસ્કાર આપવામાં આવ્યો હતો. સમાપન સમારોહ પહેલા સુદત્ત મંડલ એ અમદાવાદ હાટ ખાતે સુચારું રૂપમાં આયોજિત ૪ દિવસીય સ્વાવલંબન મેળાને સમર્થન આપવા બદલ મીડિયા મિત્રોનો આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું કે આ મેળાનું મુખ્ય હેતુ આ કારીગરો અને સૂક્ષ્મ સાહસિકોને તેમના વ્યવસાયને આગલા સ્તર પર લઈ જવા માટે પ્રોત્સાહન આપવાનો હતો.

બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો

https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)