અમદાવાદ, 9 ઓક્ટોબર: ઇનોવેશનને મજબૂત કરવા અને કાર ખરીદવાની કામગીરીમાં વધુ સુધારો કરવાના તેના મિશનમાં, ભારતની અગ્રણી ફુલ-સ્ટેક યુઝ્ડ કાર બાઈંગ એન્ડ સેલિંગ પ્લેટફોર્મ સ્પિનીને તેની સ્પિની પાર્ક ફેસિલિટી દ્વારા કસ્ટમર એન્ગેજમેન્ટમાં નોંધપાત્ર 80% વધારો જોવા મળ્યો છે. સાત એકર વિસ્તારમાં ફેલાયેલું અને અમદાવાદમાં વૈષ્ણોદેવી રોડ પર સ્વર્ણિમ સ્ટોન ખાતે આવેલું આ અનોખો અનુભવ પૂરો પાડતું હબ વિશાળ જગ્યા ધરાવે છે જ્યાં વિવિધ પ્રકારના સ્પિની વ્હીકલ્સને પ્રદર્શિત કરવામાં આવે છે.

અમદાવાદ પાર્ક, જે છેલ્લા 7-8 મહિનાથી કાર્યરત છે, તેની શરૂઆતથી, તેણે અમદાવાદ માર્કેટમાં કુલ ડિલિવરીના 70%થી વધુની કામગીરી હાથ ધરવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. આ સમયગાળા દરમિયાન, સ્પિનીએ એકલા અમદાવાદમાં 8,000થી વધુ વપરાયેલી કારની ખરીદી અને વેચાણની સુવિધા આપી છે, જેમાં 15,000થી વધુ સોદાનો સમાવેશ થાય છે.

સ્પિનીના સ્થાપક અને સીઈઓ નીરજ સિંઘે જણાવ્યું કે અમારા પાર્કમાં 800થી વધુ સ્પિની એશ્યોર્ડ અને બજેટ કાર સહિત વિવિધ પ્રકારના વાહનો છે.

સ્પિનીના સિટી હેડ સંદિપ શર્માએ જણાવ્યું કે અમારા અમદાવાદ પાર્કની સફળતા અને ગયા વર્ષ દરમિયાનનું અમારું ઉત્કૃષ્ટ પ્રદર્શન છે. અગાઉના વર્ષની નવરાત્રિ સિઝનમાં તહેવારોની મોસમ દરમિયાન માંગમાં વધારો જોયો હતો, જેમાં નવરાત્રિના પહેલા દિવસે 307 કારનું વેચાણ થયું હતું, ત્યારબાદ 10મા દિવસે (દશેરા) 204 કારનું વેચાણ થયું હતું.

સ્પિની 20,000 કારની કુલ પાર્કિંગ ક્ષમતા સાથે સમગ્ર દેશમાં 57થી વધુ કાર હબનું સંચાલન કરે છે. સ્પિનીએ ગયા વર્ષે બેંગલુરુમાં તેનું ફ્લેગશિપ અને ભારતનું સૌથી મોટું પ્રાયોગિક હબ અને 2023ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં પુણેમાં અન્ય એક સ્પિની પાર્ક પણ શરૂ કર્યું.

સ્પિની પ્લેટફોર્મ પરની દરેક સ્પિની એશ્યોર્ડ કાર 200-પોઇન્ટ ઇન્સ્પેક્શન ચેકલિસ્ટ, 5-દિવસની મની-બેક ગેરંટી અને 1-વર્ષની આફ્ટર સેલ્સ વોરંટી સાથે આવે છે. સ્પિની બે લાખથી વધુનો એકીકૃત ગ્રાહક આધાર ધરાવે છે અને લગભગ 54% કારની ખરીદી સ્પિનીના ઓનલાઈન પ્લેટફોર્મ પરથી ઓનલાઈન કરવામાં આવે છે.