અમદાવાદ, 29 જાન્યુઆરીઃ પાવર જનરેશન પીએસયુ એસજેવીએન (SJVN Ltd.)ને આજે વધુ એક 100Mgનો સોલાર પ્રોજેક્ટ મેળવતાં શેર વર્ષની ટોચે પહોંચ્યો છે. એસજેવીએને ગુજરાત ઉર્જા વિકાસ નિગમ દ્વારા યોજાયેલા ઈ-રિવર્સ ઓક્શનમાં 100 મેગાવોટનો સોલાર પાવર પ્રોજેક્ટ મેળવ્યો  છે. કંપની યુનિટદીઠ રૂ. 2.54ના ભાવે સોલાર પ્રોજેક્ટ અમલમાં મુકશે. જેની અંદાજિત કોસ્ટ રૂ. 550 કરોડ છે.

BSE ખાતે આજે એસજેવીએનનો શેર 15 ટકા ઉછાળા સાથે 134.36ની 52 week High (વાર્ષિક ટોચ) સપાટી નોંધાવી હતી. બાદમાં 14.49 ટકા ઉછાળે 11.45 વાગ્યે 133.55ના લેવલે ટ્રેડ થઈ રહ્યો હતો. એસજેવીએનનો શેર જાન્યુઆરી માસમાં કુલ 47.75 ટકા ઉછળ્યો છે. જેની જાન્યુઆરીની શરૂઆતથી જ businessGujarat.in દ્વારા માર્કેટ ટીપ્સ આપવામાં આવી હતી.

ગ્રાઉન્ડ માઉન્ટેડ સોલાર પ્રોજેક્ટ કંપની દ્વારા તેની સંપૂર્ણ માલિકીની પેટાકંપની SJVN ગ્રીન એનર્જી લિમિટેડ (SGEL) દ્વારા રૂ. 550 કરોડના કામચલાઉ ખર્ચે વિકસાવવામાં આવશે. ખાવડામાં ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ પાવર કોર્પોરેશન લિમિટેડ દ્વારા વિકસાવવામાં આવતા સોલાર પાર્કમાં SGEL દ્વારા ઇપીસી કોન્ટ્રાક્ટ દ્વારા પ્રોજેક્ટનો અમલ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ તેના કમિશનિંગના પ્રથમ વર્ષમાં લગભગ 252 મિલિયન યુનિટ જનરેટ કરે તેવી અપેક્ષા છે અને 25 વર્ષના સમયગાળામાં સંચિત ઉર્જા ઉત્પાદન લગભગ 5,866 મિલિયન યુનિટ હશે.

આ પ્રોજેક્ટથી 2,87,463 ટન કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થવાની ધારણા છે. આ સાથે કંપનીનો પ્રોજેક્ટ પોર્ટફોલિયો 59,872 મેગાવોટ છે. SJVN અપેક્ષા રાખે છે કે પ્રોજેક્ટ કમિશનિંગના પ્રથમ વર્ષમાં લગભગ 252 મિલિયન યુનિટ્સનું ઉત્પાદન કરશે અને 25 વર્ષના સમયગાળા દરમિયાન સંચિત ઊર્જા ઉત્પાદન લગભગ 5,866 મિલિયન યુનિટ્સ થશે.

સપ્ટેમ્બરમાં ઓફર ફોર સેલ સામે રિટર્ન બમણુ થયુ

રાજ્ય સરકારની માલિકીની એસજેવીએનનો વધુ 4.5 ટકા હિસ્સો સપ્ટેમ્બર, 2023માં સરકાર દ્વારા ડિસઈન્વેસ્ટ કરવામાં આવ્યો હતો. આ ઓફર ફોર સેલની કિંમત શેર દીઠ ₹69 હતી. જેની સામે આજે શેર બમણાથી વધ્યો છે. SJVNના શેરએ 2023માં 165%થી વધુ રિટર્ન આપ્યુ હતું.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)