અમદાવાદ, 26 ફેબ્રુઆરીઃ કેનેરા બેન્ક આગામી 2-3 માસમાં સ્ટોક સ્પ્લિટ કરવા જઈ રહી છે. PSU ધિરાણકર્તા કેનેરા બેન્કે સોમવારે જણાવ્યું હતું કે તેના બોર્ડે પ્રત્યેક શેરને પાંચ શેરમાં વિભાજીત (1:5) કરવાની મંજૂરી આપી છે. બેન્કે આ પગલું “બેન્કના શેરની લિક્વિડિટીમાં સુધઆરો કરવા તેમજ રિટેલ રોકાણકારો માટે અફોર્ડેબલ પ્રાઈસ નિર્ધારિત કરવાના હેતુ સાથે લીધુ હોવાનું જણાવ્યું છે.

આ સ્ટોક સ્પ્લિટની પ્રક્રિયા 7 ફેબ્રુઆરી-24થી માંડી આગામી બે કે ત્રણ માસમાં પૂર્ણ કરવામાં આવશે. જેની ડેડલાઈન બોર્ડ મિટિંગમાં આપવામાં આવી છે. આરબીઆઈની મંજૂરીને આધિન સમયમર્યાદા નિર્ધારિત કરવામાં આવી છે.

BSE ખાતે કેનેરા બેન્કનો શેર 1.5 ટકા ઘટાડે 571.9ના સ્તરે બંધ રહ્યો હતો. કેનેરા બેન્કના શેરની ફેસવેલ્યૂ રૂ. 10 છે. જે સ્ટોક સ્પ્લિટ બાદ રૂ.2 થશે.

ગતમહિને કેનેરા બેન્કે મજબૂત ત્રિમાસિક પરિણામો જારી કર્યા હતા. જેમાં તેની ચોખ્ખી આવક 27 ટકા વધી રૂ. 3659 કરોડ થઈ હતી. જ્યારે ક્રેડિટ કોસ્ટ 24 બેઝિસ પોઈન્ટ ઘટ્યો હતો. નેટ ઈન્ટરેસ્ટ ઈનકમ પણ 9.5 ટકા વધી રૂ. 9417 કરોડ રહી હતી. મજબૂત બેલેન્સ બુક સાથે એસેટ ક્વોલિટીમાં પણ સુધારો નોંધાયો છે. ગ્રોસ એનપીએ 150 બેઝિસ પોઈન્ટ સુધરી 3.39 ટકા અને નેટ એનપીએ 64 બેઝિસ પોઈન્ટ સુધરી 1.32 ટકા થઈ હતી.

બેન્કનો પ્રોવિઝન કવરેજ રેશિયો 89.01 ટકા અનો કોર કેપિટલ 15.78 ટકા રહી હતી. વ્યાજની ચોખ્ખી આવક 9.50 ટકા વધીને રૂ. 9,417 કરોડ રહી હતી અને ચોખ્ખો વ્યાજ માર્જિન 9 bps વધીને 3.02 ટકા થયો હતો.

કેમ શેરનું વિભાજન કરવામાં આવે છે?

જ્યારે કંપની શેરનું વિભાજન કરે છે. ત્યારે એક્સચેન્જ પર ખરીદવા અને વેચવા માટે ઉપલબ્ધ શેરની સંખ્યામાં વધારો થાય છે. જેનાથી રોકાણકારો પાસે શેરમાં રોકાણ કરવાની તકો વધે છે. તેમજ તે વર્તમાન શેરહોલ્ડર્સની ખરીદ કિંમતની એવરેજ પણ ઘટાડી વધુ નફો કમાવવાની તક આપે છે. શેરની લિક્વિડિટી વધે છે.