– તાતા સ્ટીલના શેરને સૂચિત મર્જરથી લાભ થશે ખરીદોઃ Anand Rathi Equity Research Team

અમદાવાદઃ તાતા જૂથના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે તેની સાત મેટલ કંપનીઓનું તાતા સ્ટીલમાં મર્જર કરવાની જાહેરાત કરી છે. જે સાત કંપનીઓને તાતા સ્ટીલમાં મર્જ કરવામાં આવશે તેમાં તાતા સ્ટીલ લોંગ પ્રોડક્ટ્સ, ટીન પ્લેટ, તાતા મેટાલિક્સ, ટીઆરએફ, ઇન્ડિયન સ્ટીલ એન્ડ વાયર પ્રોડક્ટ્સ, તાતા સ્ટીલ માઇનિંગ અને એસએન્ડ ટી માઇનિંગ કંપનીનો સમાવેશ થાય છે.

તાતા સ્ટીલમાં મર્જ થનારી લિસ્ટેડ શેર્સની શુક્રવારની સ્થિતિ

કંપનીછેલ્લો બંધ+/-%
Tata Steel Long658.85-12.02
Tinplate318.20-5.96
Tata Metaliks763.25-4.67
TRF Limited355.65-5.00
TATA STEEL104.250.58

સૂચિત વિલિનિકરણનો સ્વેપ રેશિયો

પ્રત્યેક કંપનીઓની વેલ્યૂના આધારે પાંચ કંપનીઓ માટેનો સ્વેપ રેશિયો નક્કી કર્યો છે. તે અનુસાર,

– તાતા મેટાલિક્સના શેર ધારકોને તાતા મેટાલિક્સના પ્રત્યેક 10 શેર્સ સામે 79 શેર્સ આપવામાં આવશે. જે 2 ટકા પ્રિમિયમે સ્વેપ થશે

– ટીન પ્લેટના શેરધારકોને ટીન પ્લેટના પ્રત્યેક 10 શેર્સ સામે તાતા સ્ટીલના 33 શેર્સ આપવામાં આવશે. જે 1 ટકા પ્રિમિયમે સ્વેપ થશે

– તાતા સ્ટીલ લોન્ગ પ્રોડક્ટ્સના શેરધારકોને તાતા સ્ટીલ લોંગના 10 શેર્સ સામે તાતા સ્ટીલના 67 શેર્સ ફાળવાશે. જે 7.8 ટકા સ્વેપ પ્રિમિયમે થશે

– ટીઆરએફના શેરધારકોને પ્રત્યેક 10 શેર્સ સામે તાતા સ્ટીલના 17 શેર્સ ફાળવાશે. જે 53 ટકા સ્વેપ પ્રિમિયમે થશે.