મુંબઈ, 13 સપ્ટેમ્બરઃ તાતા પાવર રિન્યૂએબલ એનર્જી લિમિટેડ (ટીપીઆરઈએલ)ની સંપૂર્ણ માલિકીની પેટાકંપની તાતા પાવર સોલર સિસ્ટમ્સ લિમિટેડે (TPSSL) MSME માટે સરળ ધિરાણ વિકલ્પો પૂરા પાડવા માટે આજે સ્મોલ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઈન્ડિયા (SIDBI) સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.

MSME કે જે રૂફટોપ સોલર પીવી પ્લાન્ટ અથવા તાતા પાવર અથવા તેના ભારતભરના અધિકૃત ચેનલ પાર્ટનર્સ પાસેથી એસોસિયેટેડ સર્વિસીઝ પસંદ કરવા માંગતા હોય તેમને આ યોજના હેઠળ સિડબી દ્વારા નાણાંકીય સહાય કરવામાં આવશે.

કેન્દ્રીય નાણા રાજ્ય પ્રધાન ડો. ભાગવત કરાડ મુંબઈમાં ગ્લોબલ એસએમઈ ફાઇનાન્સ ફોરમ 2023 ખાતે આયોજિત MOUના આદાનપ્રદાનના સમારંભમાં ઉપસ્થિત રહ્યા હતા. તાતા પાવરના સીઈઓ અને એમડી ડો. પ્રવીર સિંહા અને સિડબીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શિવસુબ્રમણ્યમ રામને MOUની આપલે કરી હતી.

આ વ્યૂહાત્મક ભાગીદારી હેઠળ, ટીપીએસએસએલ અને સિડબી, સિડબીની 4E (એન્ડ ટુ એન્ડ એનર્જી એફિશિયન્સી) સ્કીમ દ્વારા કસ્ટમાઇઝ્ડ અને ઇનોવેટિવ ફાઇનાન્સિંગ સોલ્યુશન્સ ઓફર કરીને માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝિસને સૌર ઊર્જા અપનાવવા માટે પ્રોત્સાહિત કરશે. 4E સૌર ધિરાણ યોજના ટીપીએસએસએલના ગ્રાહકોને MSME ક્ષેત્રની જરૂરિયાતને પહોંચી વળવા માટે સૌથી વધુ સ્પર્ધાત્મક વ્યાજ દરો અને લોન મર્યાદા સહિત આકર્ષક લાભો આપે છે.

ટીપીએસએસએલ અને સિડબીએ ગ્લોબલ એસએમઈ ફાઇનાન્સ ફોરમ 2023માં ધ બિગ સોલર ફેસ્ટ શરૂ કરવાની પણ જાહેરાત કરી છે જેથી MSMEમાં સૌર ઊર્જાને વ્યાપકપણે અપનાવવા પ્રોત્સાહિત કરવા માટે આગામી તહેવારોની સિઝન માટે શૂન્ય પ્રોસેસિંગ ફી ઓફર કરી શકાય. બિગ સોલર ફેસ્ટ આગામી તહેવારોની સિઝન માટે શૂન્ય ટકા પ્રોસેસિંગ ફી સાથે સૌથી વધુ સ્પર્ધાત્મક ધિરાણ ઓફરો અંગે જાગૃતિ ફેલાવશે. આ વધારાનું પ્રોત્સાહન MSME ક્ષેત્રની હરિયાળી સફરને ઝડપી બનાવશે તથા ટકાઉ વૃદ્ધિ અને સ્વચ્છ ઊર્જા ઉકેલો માટેની તેની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવશે.