Hindenburgના અહેવાલથી બ્લોક ઇન્કના જેક ડોર્સીની સંપત્તિમાંથી  $52 કરોડ સ્વાહા

નવી દિલ્હી, 24 માર્ચઃ ગૌતમ અદાણી ગ્રૂપ બાદ હવે બ્લોક ઇન્ક.ના જેક ડોર્સી પર સંકટના વાદળો ઘેરાયા હતા. જેઓ એક સમયે ફેસબુક જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ લાવવાની યોજના બનાવી રહ્યા હતા. હિન્ડેનબર્ગે પોતાના રિપોર્ટમાં ટ્વિટરના પૂર્વ સીઈઓ જેક ડોર્સીની કંપની બ્લોક ઈન્ક પર ગંભીર આરોપ લગાવ્યા છે. જેક ડોર્સીની કંપની પર છેતરપિંડી, રોકાણકારોને ગેરમાર્ગે દોરવા, સરકાર સાથે છેતરપિંડી અને હેરાફેરીનો આરોપ મૂક્યો છે. હિન્ડેનબર્ગ રિપોર્ટમાં બ્લોક ઇન્કના મેનેજમેન્ટ સાથે સંકળાયેલા લોકોનો પણ પર્દાફાશ થયો છે. હિન્ડેનબર્ગના રિપોર્ટમાં જેક ડોર્સી ઉપરાંત અમૃતા આહુજાનું નામ સામે આવ્યું છે. તેના પર બ્લોકના શેરમાં હેરાફેરી કરવાનો આરોપ છે. અમેરિકન રિસર્ચ કંપની હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટ બાદ જેક ડોર્સીની સંપત્તિમાં $52 કરોડનો ઘટાડો થયો છે.

જેક ડોર્સી માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટરના સહ-સ્થાપક છે. જેક ડોર્સીએ 2015 થી 2021 દરમિયાન ટ્વિટરનો હવાલો સંભાળ્યો હતો. વર્ષ 2021 માં ટ્વિટર છોડ્યા પછી, જેક ડોર્સીએ તેમનું નવું પ્લેટફોર્મ BlueSky લોન્ચ કર્યું. Bluesky એપને જેક ડોર્સીએ ટ્વિટર સાથે સ્પર્ધા કરવા માટે લોન્ચ કરી હતી. તેમની એપ દ્વારા કોરોના સંકટ દરમિયાન 5.1 કરોડથી વધુ ટ્રાન્ઝેક્શન થયા હતા. હિન્ડેનબર્ગના રિપોર્ટ બાદ જેક ડોર્સીની કંપની બ્લોકના શેર 20 ટકાથી વધુ તૂટ્યા છે. શેરબજારમાં કંપનીના શેરના વેચાણ વધતા થોડા જ કલાકોમાં કંપનીને કરોડો ડોલરનું નુકસાન થયું હતું. એક દિવસ પહેલા સુધી, બ્લોકનું માર્કેટ કેપ $ 47 અબજ હતું, જે ઘટીને $ 37 અબજ થયું છે.