મુંબઈ, 23 માર્ચ: ICRAએ CMS ઇન્ફો સિસ્ટમ્સ લિમિટેડ (CMS) ના લાંબા ગાળાના ક્રેડિટ રેટિંગને AA થી AA+ માં અપગ્રેડ કર્યું છે. આવકમાં સ્થિર વૃદ્ધિ, નફાના માર્જિનમાં સુધારો, આરામદાયક મૂડી માળખું અને મજબૂત પ્રવાહિતા સ્થિતિ જેવી બાબતોના લીધે આ રેટિંગ અપગ્રેડ CMSની ક્રેડિટ પ્રોફાઇલને મજબૂત બનાવે છે.  રેટિંગમાં સુધારા અંગે ટિપ્પણી કરતાં CMS ઈન્ફો સિસ્ટમ્સના એક્ઝિક્યુટિવ વીસી અને સીઇઓ રાજીવ કૌલે જણાવ્યું હતું કે અમારા મજબૂત વ્યવસાય જેણે ચડાવઊતારભર્યા વાતાવરણમાં પણ સ્થિતિસ્થાપકતા દર્શાવી છે અને મજબૂત નફાકારકતા સાથે ઉચ્ચ વૃદ્ધિ પણ આપી છે. અમારી ઋણમુક્ત સ્થિતિ અને સ્વસ્થ આંતરિક ઉપાર્જન એ અમારી નેતૃત્વની સ્થિતિ બનાવવા અને સંલગ્નતાઓમાં વિસ્તરણ કરવા માટે એક નોંધપાત્ર સ્પર્ધાત્મક લાભ છે.