અમદાવાદ, 15 માર્ચઃ ભારતીય શેરબજારોમાં આજે સતત પાંચમાં દિવસે પણ માર્કેટબ્રેડ્થ અને માર્કેટ સેન્ટિમેન્ટ નેગેટિવ રહ્યા હતા. સેન્સેક્સ સવારે 169 પોઇન્ટના ગેપઅપ સાથે ખુલ્યા બાદ એક તબક્કે 573 પોઇન્ટ સુધરી 58269 પોઇન્ટ થઇ ગયો હતો. પરંતુ ધીરે ધીરે સુધારો ધોવાઇ જવા સાથે એક તબક્કે આગલાં બંધની સરખામણીએ 444 પોઇન્ટ ઘટ્યા બાદ છેલ્લે 344 પોઇન્ટના ઘટાડા સાથે 57556 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. સેન્સેક્સમાં દિવસ દરમિયાન 1017 પોઇન્ટની ભારે વોલેટિલિટી જોવા મળી હતી.

sensexની દિવસ દરમિયાન  1017 પોઇન્ટની સાપ-સિડી

મંગળવારે બંધ57900
ખુલ્યો58269+169
વધી58473+573
ઘટી57456-444
બંધ57556-344

અમેરિકામાં બેન્કિંગ સેક્ટરનો ફફડાટ વિશ્વવ્યાપી બની ગયો છે અને વૈશ્વિક સ્તરે રોકાણકારોના સેન્ટિમેન્ટ પર અસર પડી છે. આ ઉપરાંત અમેરિકામાં મંદીના ભણકારાને કારણે પણ કંપનીઓથી લઈને રોકાણકારોના વલણમાં પણ ફેરફાર જોવા મળી રહ્યો છે. જોખમ લેવાથી રોકાણકારો બચી રહ્યા હોય તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે.ઘરઆંગણે મોટા ટ્રિગરના અભાવે ભારત સહિતના શેરબજારો હાલમાં વૈશ્વિક રાહે ચાલી રહ્યા છે.

માર્કેટબ્રેડ્થ અને માર્કેટ સેન્ટિમેન્ટ બન્ને અથડાયેલા

વિગતકુલસુધર્યાઘટ્યા
સેન્સેક્સ30219
બીએસઇ364315491968

આજે ટેલીકોમ, રિયલ્ટી, એફએમસીજી, બેન્ક, ઓટો અને એનર્જી શેરોમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું જ્યારે કેપિટલ ગૂડ્ઝ, કન્ઝ્યૂમર ડ્યુરેબલ્સ, પાવર, ફાર્મા અને મેટલ શેરોમાં ભારે લેવાલી જોવા મળી હતી. BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 0.02 ટકા ઘટીને અને 0.10 ટકા વધીને બંધ રહ્યા હતા.

આજે દિવસ દરમિયાન BSE સેન્સેક્સ ઉપરમાં 58,473.63 અને નીચામાં 57,455.67 પોઈન્ટ્સની રેન્જમાં ટ્રેડ થયા બાદ 344.29 પોઈન્ટ્સ ઘટીને 57,555.90 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ ઉપરમાં 17,211.35 અને નીચામાં 16,993.90 પોઈન્ટ્સની સપાટી વચ્ચે અથડાયા બાદ 71.15 પોઈન્ટ્સના ઘટાડા સાથે 16972.15 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો.

BSE GAINERS AT A GLANCE

SecurityLTP (₹)Change% Ch.
KPITTECH845.50+68.30+8.79
GRINFRA1,064.90+69.10+6.94
CHENNPETRO269.35+17.30+6.86
VARROC272.55+17.20+6.74
RKFORGE281.35+15.90+5.99

BSE LOSERS AT A GLANCE

SecurityLTP (₹)Change% Change
SWANENERGY244.60-35.20-12.58
BCG19.43-1.51-7.21
POLYMED948.90-58.10-5.77
SPARC169.30-9.90-5.52
OLECTRA633.85-34.35-5.14