આજના ટોપ ગેનર્સ

સ્ક્રિપ્સબંધઉછાળો
બજાજ હિન્દુસ્તાન33.9816.13 ટકા
આઈનોક્સ વિન્ડ238.3010.84 ટકા
આરતી ઈન્ડસ્ટ્રીઝ510.1510.84 ટકા
જેકે સિમેન્ટ3404.7010.82 ટકા
વાર્ડવિઝાર્ડ ઈનોવેશન્સ54.048.43 ટકા

અમદાવાદ, 6 નવેમ્બરઃ શેરબજારની મોટાપાયાની વોલેટિલિટી દૂર થઈ હવે રિકવરી તરફ આગળ વધતુ જણાઈ રહ્યું છે. સેન્સેક્સ છેલ્લા બે ટ્રેડિંગ સેશનમાં 1367 પોઈન્ટ રિકવર થઈ ચૂક્યો છે. Nifty50 પણ 422.50 પોઈન્ટ સુધરી આજે મહત્વની 19411.75ની ટેકાની સપાટી પર બંધ રહ્યો હતો. આ સાથે રોકાણકારોની મૂડી 4.93 લાખ કરોડ વધી છે.

ઉલ્લેખનીય છે, સેન્સેક્સ આજે 594.91 પોઈન્ટ સુધરી 64958.69ની સપાટીએ બંધ રહ્યો હતો. મજબૂત ત્રિમાસિક પરિણામો, તહેવારોની સીઝનમાં પોઝિટીવ સેન્ટિમેન્ટ તેમજ ઓટોના મજબૂત વેચાણો તેમજ વૈશ્વિક સ્તરે અનિશ્ચતતાના માહોલ પૂર્ણ થતાં શેરબજારોમાં સુધારાનો માહોલ જોવા મળ્યો છે. મેટલ, કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ, કેપિટલ ગુડ્સ, બેન્કેક્સ, અને હેલ્થકેર શેરોમાં ઉછાળો નોંધાયો છે.

સિદ્ધાર્થ ખેમકાએ માર્કેટ દિવાળી સુધી વધવાનો આશાવાદ વ્યક્ત કર્યો

ક્રેડિટ એજન્સી ફિચે ભારતના મધ્યમ ગાળાના સંભવિત જીડીપી વૃદ્ધિના અંદાજને 70 બેસિસ પોઈન્ટ્સ વધારીને 5.5% થી 6.2% કર્યા પછી સેન્ટિમેન્ટ્સ પોઝિટીવ બન્યા હતા. બ્રોડર માર્કેટ સહિતના મોટા ભાગના સેક્ટર ગ્રીન ઝોનમાં બંધ રહ્યા હતા. જેમાં નિફ્ટી સ્મોલકેપ 100, ઓઇલ એન્ડ ગેસ, રિયલ્ટી, મેટલ્સ અને ફાર્મા ટોપ ગેનર્સમાં હતા. કંપનીઓએ 2Q માં મજબૂત કમાણી નોંધાવ્યા બાદ સિમેન્ટ શેરોમાં એક્શન જોવા મળ્યું હતું. સકારાત્મક વૈશ્વિક સંકેતો અને સ્વસ્થ ત્રિમાસિક પરિણામોના પગલે નિફ્ટીએ છેલ્લા એક સપ્તાહમાં 18840 ઝોનની નજીક તેના બોટમથી 3%ના વધારા સાથે સારી રિકવરી જોઈ છે. સપ્તાહના અંત સુધી માર્કેટ પોઝિટીવ રહેશે. મજબૂત મોમેન્ટમ સાથે વ્યાપક બજારમાં એક્શન જોવા મળી શકે છે.