IPO: JNK Indiaનો IPO પ્રથમ દિવસે 49 ટકા ભરાયો, જાણો ગ્રે પ્રીમિયમ અને બ્રોકરેજ વ્યૂહ

JNK ઈન્ડિયા IPO સબ્સ્ક્રિપ્શન
કેટેગરી | સબ્સ્ક્રિપ્શન |
QIB | 67 ટકા |
NII | 25 ટકા |
રિટેલ | 48 ટકા |
કુલ | 49 ટકા |
અમદાવાદ, 23 એપ્રિલઃ
JNK ઈન્ડિયાનો રૂ. 649.47 કરોડનો IPO ઈશ્યૂ લોન્ચિંગના પ્રથમ દિવસે અડધો 49 ટકા ભરાઈ ચૂક્યો છે. જેમાં ક્યુઆઈબીએ સૌથી વધુ 67 ટકા અરજી કરી છે. એનઆઈઆઈ પોર્શન 25 ટકા અને રિટેલ પોર્શન 49 ટકા સબ્સ્ક્રાઈબ થયો છે.
ઈશ્યૂ એનાલિસિસઃ હીટિંગ ઈક્વિપમેન્ટ સેગમેન્ટમાં કંપની વર્ચસ્વ ધરાવે છે. જે 31 ડિસેમ્બર, 2023 સુધી 845 કરોડની ઓર્ડર બુક સાથે ભાવિ ગ્રોથ દર્શાવે છે. આવક અને ચોખ્ખો નફો છેલ્લા ત્રણ નાણાકીય વર્ષમાં વધ્યા છે. કુલ દેવું રૂ. 56.73 કરોડ છે. કંપની ઈશ્યૂ મારફત એકત્રિત ફંડનો ઉપયોગ કાર્યકારી મૂડી અને જનરલ કોર્પોરેટ હેતુઓની જરૂરિયાતો પૂરી કરવા કરશે. કંપની ભારતમાં 17 અને વિદેશમાં 7 ક્લાયન્ટ સાથે મજબૂત બિઝનેસ પોર્ટફોલિયો ધરાવે છે.
IPO વિશે | ગ્રે પ્રીમિયમ અને બ્રોકરેજ વ્યૂહ |
JNK ઈન્ડિયા રૂ. 395થી 415ની પ્રાઈસ બેન્ડ પર રૂ. 649.47 કરોડનો IPO લાવી છે. ઈશ્યૂ 23થી 25 એપ્રિલ દરમિયાન રોકાણ અર્થે ખુલ્લો રહેશે. કંપની ફ્રેશ ઈશ્યૂ મારફત રૂ. 300 કરોડ અને ઓફર ફોર સેલ હેઠળ રૂ. 349.47 કરોડ એકત્રિત કરશે. ઈશ્યૂ 30 એપ્રિલે બંધ થશે. શેર એલોટમેન્ટ 26 એપ્રિલે થશે. રિટેલ રોકાણકાર માર્કેટ લોટ 36 શેર્સ માટે રૂ. 14940નું રોકાણ કરવુ પડશે, ત્યારબાદ તેના ગુણાંકમાં મહત્તમ 13 લોટ સુધી રોકાણ કરી શકશે. | JNK ઈન્ડિયાના IPO માટે ગ્રે માર્કેટમાં રૂ. 15 પ્રીમિયમ બોલાઈ રહ્યા છે. જે લિસ્ટિંગ 4 ટકા પ્રીમિયમે થવાનો અંદાજ દર્શાવે છે. ટોચના 12 બ્રોકરેજ હાઉસે IPO ઈશ્યૂ ભરવા સલાહ આપી છે, જ્યારે 1 બ્રોકરેજ હાઉસે May Applyનું રેટિંગ આપ્યું છે. આનંદ રાઠી, અરિહંત કેપિટલ, ચોઈસ ઈક્વિટી, ઈન્ક્રેડ ઈક્વિટીઝ, રિલાયન્સ સિક્યુરિટીઝ, સ્વસ્તિક ઈન્વેસ્ટમાર્ટ, વેન્ચુરા સિક્યુરિટીઝ સહિતના બ્રોકરેજ હાઉસે અપ્લાય કરવા સલાહ આપી છે. |
રૂ. 194.84 કરોડનું રોકાણ કર્યું એન્કર ઇન્વેસ્ટર્સે આઇપીઓમાં
એન્કર ઈન્વેસ્ટર્સે JNK ઈન્ડિયાના IPOમાં કુલ રૂ. 194.84 કરોડનું રોકાણ કર્યું છે. 19 ઈન્વેસ્ટમેન્ટ ફંડ્સ અને 11 મ્યુચ્યુઅલ ફંડ્સે રોકાણ કર્યું છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)